આ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ


 • રસોઈમાં સૌથી જરૂરી અને સૌથી વધુ જગ્યા રોકતા વાસણ હોય છે. જો વાસણ સાફ હોય તો તમારી રસોઈની સુંદરતાની સાથે સાથે તમારા રહન-સહન ની રીત પણ ખબર પડી જતી હોય છે. એટલા માટે જરૂરી છે કે તમારી રસોઈમાં વાસણ ચમકતા અને સાફ રહે. વાસણ સાફ રાખવાનું એક કારણ એ પણ છે કે ગંદા વાસણોમાં કીટાણું લાગેલા હોય છે જે તમારા પરિવારના સભ્યોના સેહત માટે નુકસાનકારક હોય છે. અમે તમને કહી દઈએ કે તમે તમારા વાસણ કઈ રીતે સાફ અને ચમકતા રાખી શકો છો.
 • સ્ટીલ ના વાસણ સાફ કરવાની રીત

 • સ્ટીલ ના વાસણ માં જમ્યા પછી જેટલું થઈ શકે તેટલું જલ્દી સાફ કરી લેવું જોઈએ. જેનાથી વાસણ ને ઓક્સિજન મળી શકે અને તેમની ચમક સારી રહી શકે. જમ્યા પછી વધેલું જમવાનું વાસણમાંથી કાઢી ને ગરમ પાણીથી ધોવાથી વાસણ તરત જ સાફ થઈ જાય છે. કપડાથી સાફ કરી તેમના સ્થાન ઉપર રાખી દેવા જોઈએ ડુંગળીનો રસ અને સિરકા બરાબર માત્રામાં લઈને સ્ટીલના વાસણો ઉપર ઘસવાથી વાસણ ચમકવા લાગે છે.
 • પિત્તળ ના વાસણ સાફ કરવાની રીત

 • પિત્તળ ના વાસણ સાફ કરવા માટે લીંબુ ને અડધું કાપી લો અને ત્યારબાદ તેની ઉપર નમક લગાડો. ત્યારબાદ તેને વાસણ સાથે ઘસવાથી વાસણ ચમકી ઉઠશે. પિત્તળ ના વાસણ સાફ કરવા માટે બજારમાં પિતાંબરી પણ આવે છે જેને થોડુક લગાવવાથી વાસણમાં એકદમ ચમક આવવા લાગે છે.
 • એલ્યુમિનિયમ ના વાસણ સાફ કરવાની રીત

 • એલ્યુમિનિયમ આ વાસણને ચમકાવવા માટે વાસણ ધોવા ના પાઉડરમાં થોડું એવું નમક ભેળવીને વાસણોને સાફ કરો. વાસણ ચમકવા લાગશે. એલ્યુમિનિયમ ના બળી ગયેલા વાળને સાફ કરવા માટે તેમાં એક ડુંગળી નાખીને સારી રીતે ઉકાળો ત્યારબાદ વાસણ ધોવાનો પાવડર થી સાફ કરો.
 • બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે
 • બળી ગયેલા વાસણમાં એક ચમચી બેકિંગ સોડા નાખી દો. ત્યારબાદ બે ચમચી લીંબુનો રસ અને બે કપ ગરમ પાણી નાખો। ત્યારબાદ સ્ટીલ ના સ્ક્રબર થી સારી રીતે ઘસીને સાફ કરો. તમારું બળી ગયેલું વાસણ ચમકવા લાગશે.
 • ચીકાશવાળા વાસણોને સાફ કરવાની
 • રીત
 • ચીકાશવાળા વાસણ અને સાફ કરવા માટે વિનેગર ને કપડાં લઈને ઘસો. ત્યાર બાદ સાબુથી સારી રીતે ધોવો ચીકાશ દૂર થઈ જશે.