રોજ સવારે તુલસીજી ઉપર પાણી ચઢાવતી વખતે બોલી દો આ મંત્ર, ધન ધાન્ય થી છલકાઈ જશે ઘર


  • હિન્દૂ ધર્મ માં તુલસી નું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ઘરમાં આને લાગવાથી સકારાત્મકતા આવે છે. એટલા માટે તુલસીજી ઉપર જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે તમારી આ ક્રિયા વધુ લાભકારી થઇ શકે છે. જો તમે આ નાનો મંત્ર વાંચી લો છો.
  • 1 ધાર્મિક ગ્રંથો ના અનુસાર જો તુલસીજી પર જળ ચઢવતા સમયે "ૐ-ૐ" મંત્ર 11 થી 21 વાર જાપ કરવામાં આવે તો ખરાબ નજર થી બચી શકો છો. સાથેજ ઘર ધન-ધાન્ય માં વૃદ્ધિ પણ થશે.
  • 2 જો કોઈને નજર લાગી ગઈ છે તો તેના માથા થી લઈને પગ સુધી 7 તુલસી ના પડદા અને 7 મરી ના દાણા લઈને 21 વાર ઉતારી લો. હવે તેને કોઈ નદીમાં પ્રવાહ કરીલો. તેનાથી ખરાબ નજર દૂર થશે.
  • 3. વિષ્ણુ ભગવાન ની પૂજામાં તુલસી દળ ચઢાવવું જરૂરી હોય છે એટલા માટે તુલસી ના પાંદડા તોડતા સમયે "ૐ સુભદ્રાય નમઃ, નારાયણસ્ય પૂજાર્થં ચિનોમી ત્વં નમોસ્તુતે" મંત્ર નો જાપ કરો. તેનાથી પૂજાનો બમણો લાભ મળશે.
  • 4 જીવન માં સફળતા મેળવવા માટે મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધીની, આધિ વ્યાધિ હરા નિત્ય, તુલસી ત્વં નમોસ્તુતે" મંત્ર નો જાપ કરો તેનાથી સફળતાનાં નવા રસ્તા ખુલશે.
  • 5 જો તુલસી ના પાંદડા તોડતા સમયે ૐ સુપ્રભાય નમઃ મંત્ર નો જાપ કરવામાં આવે તો તેનાથી દોષ નથી લાગતો અને સાથેજ વ્યક્તિ ને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે.

  • 6 તુલસી પર જળ ચઢાવતા સમયે આઠ નામ એટલે કે પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતાઃ, વિશ્વપાવની, તુલસી અને કૃષ્ણ જીવની નામ લેવામાં આવે તો વ્યક્તિ ના જીવન માં રહેલા કષ્ટ દૂર થાય છે.
  • 7 તુલસી ની પૂજા કરતા સમયે શુદ્ધ દેશી ઘી નો દિપક જરૂરથી પ્રગટાવો. તેનાથી સકારાત્મક વધશે સાથેજ ઘરમાં સમૃદ્ધિ આવશે.
  • 8 ભગવાન વિષ્ણુ માં તુલસી દળ ચઢાવતા સમયે તેમાં ચંદન લાગવો, તેનાથી વિષ્ણુજી પ્રસન્ન થશે. આવું કરવાથી ઘર માં તરક્કી થશે.