ગુજરાત ના સુરત ના આ દંપતી એ વ્યાજે પૈસા લઈને તથા પોતાનું બધું વેચી ને બચાવી આ બાળકી ની જિંદગી. ધન્ય છે આ દંપતી ને


  • ગુજરાતના સુરત ના દંપતી નો માણસાઈ નો કિસ્સો સામે આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેવાવાળા લીંબાચીયા દંપતી એ એક માસૂમ બાળકી નું પાલન પોષણ કરી રહ્યા છે. જેમણે નવ મહિના પહેલા તેમના પુરા પરિવારને ખોઈ નાખ્યું હતું. આ દંપતીએ માસુમ હેની નો ઈલાજ માટે વ્યાજ ઉપર પૈસા લીધા અને સાથે તેમનો ઘણો સામાન પણ વહેંચી નાખ્યો.
  • નવ મહિના પહેલાં ઘરમાં આગ લાગવાના કારણ થી માસૂમ હેની નો પરિવાર પૂર્ણ થઈ ગયો હતો. આ હદસા માં 45 દિવસ ની હેની નો મોઢા નો ભાગ પણ બળી ચૂક્યો હતો. ત્યારબાદ લીંબાચિયા પરિવાર એ આ અનાથ બાળકીને લઈ લીધી અને ઉપચાર કરાવી તેમને ખુબ સરસ બનાવી દીધી.
  • ત્યારબાદ દંપતીએ તેના માટે વ્યાજ ઉપર પૈસા લીધા પરંતુ સાથે જ તેમના ઘરનો ઘણો સામાન પણ વેચી નાખ્યો. નિલેશ એક ફોટોગ્રાફર છે અને સ્ટુડિયો ચલાવે છે. આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પણ તેમણે હેની ને લઈને ઘણા હોસ્પિટલ ફર્યા અને તેમના ઉપચાર કરાવ્યો. તેમણે હેની ના ઈલાજ માટે પોતાના કેમેરા અને ઘરનો સામાન વેચી નાખ્યો. હેની નું પાલન પોષણ કરવાવાળા નિલેશ લીમ્બાચીયા નું કહેવું છે કે આજે આ બાળકી તેમના માટે બધું છે.
  • નીલેશ એ કહ્યું કે તે બાળકી તેમના ખુદના માતા-પિતા સાથે સુરતના મોટા વરાછાના વેલેનજા માં રહેતા હતા 16 જાન્યુઆરી એ ઘરમાં આગ લાગવા થી હેની ના પિતા ભાવેશ તેમની પત્ની, દીકરો અને દીકરી આગમાં ફસાઈ ગયા, ત્યારે હેની ફક્ત દોઢ મહિનાની હતી. જ્યારે તેમના માથા ઉપરથી માતા-પિતા અને મોટા ભાઈનો હાથ ઊઠી ગયો હેની ના પિતા ભાવેશ કોલડીયા નીલેશના મિત્ર હતા.
  • નિલેશ અને તેમની પત્ની એની માટે ભગવાન બની ને આવ્યા. નિલેશ અને તેમની પત્ની કાજલ છેલ્લા આઠ મહિનાથી હેની નું પાલન પોષણ કરી રહ્યા છે. નિલેશ અને તેમની પત્ની ને લગ્નજીવનને દસ વર્ષ થઈ ચૂક્યાં છે પરંતુ તેમના ઘરમાં પરનું બંધાયું નથી. સુરતના નિસંતાન દંપતિ એ હેની ને ગોદ લીધી અને તેમના ઇલાજની જિમ્મેદારી પણ લીધી.