શું તમારે તમારા બાળક ની રોગપ્રતિકારક શક્તિ વધારવી છે, તો આ ફૂડ બોવ ફાયદાકારક છે. • તમને ઘણી વાર એવું લાગ્યું હશે કે વાતાવરણ ફરે એટલે આપડા બાળક શરદી, ઉધરસ, વાઇરલ તાવ થાય જાય છે પરંતુ સુ તમે ક્યારેય વિચાર્યું કે આ બધું થવાનું મૂળ કારણ શું છે. તેનું મૂળ કારણ એ છે કે આપડા બાળક ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. પરંતુ આજે હું તમને જણાવીશ શું ખાવાથી આપડા બાળક ની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 • તમે અત્યાર સુધી ઘણા એવા ફૂડ વિશે જાણ્યું હશે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.  તેમજ ખાવાથી યુવાની જળવાઈ રહે છે.
 • 1. સંતરા 
 • સંતરા માં અનેક પ્રકારના વિટામિન હોય છે અને જો તમે તમારા બાળક ને રેગ્યુલર ખવડાવશો તો તમારા બાળક ની ચોક્કસ રોગપ્રતિકારક શક્તિ વધી જશે. રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો આપણું બાળક બીમાર બનવાનું ઘટી જાય છે. અથવા જલ્દી થી સારું થઈ જાય છે.
 • સંતરા માં વિટામિન સી વધારે હોય છે જેનાથી આપડી ત્વચા માં જે કરચલી પડે છે તે દૂર થાય છે તેમજ એલર્જી થી આપડને દૂર રાખે છે.  અને આપડા શરીર માંથી કરચલી દૂર થાય એટલે આપડે સુંદર દેખાઈયે છીએ.
 • 2. બ્રોકોલી
 • બ્રોકલી ખાવાથી કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે અને હાલ ના સમય માં કેન્સર થવાનું પ્રમાણ વધી ગયું છે. એટલે આપડે આ બિમારુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. બ્રોકલી ખાવાથી આપડા શરીર ના ઘણા બધા પ્રકારના ફાયદા થાય છે.
 • બ્રોકલી માં બીટા કેરોટિન અને આઇસોથિયોસાયનેટ નામના તત્વો આવેલા હોય છે જેથી આપડા શરીર માં કેન્સર થતું અટકાવે છે તેમજ કેન્સર હોય તો તેને વધવા દેતું નથી.  કેન્સર એ જીવલેણ બીમારી છે જેની દવા હજી શોધાણીની જ નથી. તેના કારણે બ્રોકલી એન્ટિ એજિંગ ખોરાકમાં શામેલ થાય છે.
 • 3. ગ્રીન ટી
 • કેટલાક લોકો વજન ઘટાડવા માટે અને પેટની ચરબી ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. ગ્રીન ટી એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપુર હોય છે. ગ્રીન ટીનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. ગ્રીન ટી પીવાથી બ્લડ સુગરને નિયંત્રિત થાય છે. ગ્રીન ટી કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
 • ફણગાવેલા અનાજ
 • લાંબા સમય સુધી યુવાની ટકાવી રાખવા અને સ્વસ્થ રહેવું હોય તો ફણગાવેલા અનાજનું સેવન કરવું જરૂરી છે. દરરોજ ફણગાવેલા અનાજનું સેવન કરવાથી રોગ પ્રતિકારશક્તિ વધારી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ત્વચાની કરચલીયો દૂર થાય છે.