એક દિવસમાં 16 વાર સુરજ ઉગતા જુએ છે આ મહિલા ની રહેવાની જગ્યા સાંભળીને તમે પણ ચોંકી જશો

  • આ દુનિયામાં એક એવી મહિલા પણ છે જે એક જ દિવસમાં ચાર વખત સૂરજને ઉગતા જુએ છે. ભલે સાંભળવામાં થોડું અજીબ લાગતું હોય પરંતુ આ ખરેખર સત્ય છે. કેમકે આ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં એક દિવસમાં 16 વખત સુરજ ઉગે છે. આ જગ્યા કોઈ બીજી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ છે. અમેરિકા અંતરિક્ષ એજન્સી નાસા ની અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ છે જે છેલ્લા ઘણા મહિનાથી ત્યાં રહી રહી છે.
  • ક્રિસ્ટિના દુનિયાની પહેલી મહિલા છે જેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર 28 ડિસેમ્બર 2019 એ સૌથી વધુ દિવસ પૂરા કર્યા છે. હજુ પણ તે ફેબ્રુઆરી સુધી ત્યાં સ્પેસ સ્ટેશન ઉપર રહી રહી છે. તેની સાથે ક્રિસ્ટીના અંતરિક્ષમાં સૌથી વધુ દિવસ વિતાવવા ના રેકોર્ડ તોડી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી ક્રિસ્ટીના રોજે દિવસમાં 16 વાર સૂર્યોદય જુએ છે એટલું જ નહીં પરંતુ પૃથ્વીથી લગભગ ૪૦૦ આઠ કિલોમીટર ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર ક્રિસ્ટીના કોચ ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે.
  • ક્રિસ્ટીના દુનિયાની પહેલી મહિલા છે જેમણે બીજી અંતરિક્ષ યાત્રી જેસિકા મીર ની સાથે ઓક્ટોબર 2019 માં અંતરિક્ષમાં પહેલી વાર સ્પેસવોક કર્યો. આ અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસ નો પહેલો મોકો હતો જ્યારે બે મહિલા એ પહેલીવાર કોઈ પણ પુરુષ વગર સ્પેસવોક કર્યું. ક્રિસ્ટીના કોચ અંતરિક્ષમાં સૌથી વધુ દિવસ વિતાવવા વાળી પહેલી મહિલા બનવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. તેમના પહેલા 2017માં નાસાની અંતરિક્ષ યાત્રી પેગી વિહિટસન એ અંતરિક્ષમાં 289 દિવસ 5 કલાક અને એક મિનિટ નો સમય પસાર કર્યો. પરંતુ ક્રિસ્ટીના અંતરિક્ષમાં કુલ મેળવીને 328 દિવસ વિતાવવાનો રેકોર્ડ બનાવ્યો.
  • ક્રિસ્ટીના 14 માર્ચ 2019 માં અંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન ઉપર મોકલવામાં આવી હતી. તેમનું મિશન હતું ફક્ત છ મહિના નું પરંતુ નાસાએ તેમના મિશનને વધુ આગળ વધારી દીધું. નાસાએ કહ્યું કે ક્રિસ્ટીના ને અંતરિક્ષ થી હજુ વધુ આંકડા મેળવવાના છે. ક્રિસ્ટીના કહે છે કે આટલા દિવસો સુધી અંતરિક્ષમાં રહીને કામ કરવું સૌથી મોટું સન્માન છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રિસ્ટીના કોચ 6 ફેબ્રુઆરી 2020 એ ફરી ધરતી પર પાછી ફરશે પરંતુ ત્યાં સુધીમાં તે ઘણી વાર સ્પેસવોક પણ કરશે. 
  • ક્રિસ્ટીના નું કહેવું છે કે અહીં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર ખાલી સમયમાં અમે અંતરિક્ષ અને પૃથ્વીની ફોટોગ્રાફી કરીએ છીએ અને એકબીજા સાથે વાત કરીએ છીએ અથવા તો ટીવી પ્રોગ્રામ જોઈએ છીએ.
  • ૪૦ વર્ષીય ક્રિસ્ટીના ની નાસા માં પસંદગી 2013માં થઈ હતી. 2015માં તેમણે અંતરિક્ષ યાત્રી બનવાની સંપૂર્ણ ટ્રેનિંગ લીધી હતી. ક્રિસ્ટીના એનો નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી થી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. તે અમેરિકામાં મિશિગન માં જન્મ થયો હતો. 
  • ક્રિસ્ટીના યોગા, નર્સિંગ, પેન્ડલિંગ, રોક ક્લાઈમ્બિંગ, દોડવું, સમાજસેવા, ફોટોગ્રાફી અને ફરવાનું પસંદ કરે છે. ક્રિસ્ટીના એના સમ આવ્યા પછી બે વસ્તુ માં મહારથ મેળવી છે. જેમાં સ્પેસ સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપમેન્ટ અને રીમોટ સાયન્ટિફિક એન્જિનિયરિંગ શામેલ છે. તે જાણકારીના આધારે ઉપર તેમને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ની બેટરી સારી કરી હતી.
  • તમને કહી દઈએ કે ક્રિસ્ટીના એ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઉપર ૩૧૪ દિવસ વિતાવી દીધા છે. એક દિવસમાં 1440 મિનિટ હોય છે. ક્રિસ્ટીના ત્યાં ૯૦ મિનીટ માં એક વાર સૂર્યોદય જુએ છે કેમકે સ્પેસ સ્ટેશન ફરતું ફરતું પૃથ્વી ના બીજા ભાગમાં નીકળે છે. આ હિસાબ ક્રિસ્ટીના ૧૬ વાર સૂર્યોદય જુએ છે. એટલે કે અત્યાર સુધીમાં 314 દિવસ માં તેમણે 5024 વાર સૂર્યોદય જોયો છે.