કિસ્મત તો આ ભાઈ ની કહેવાય! પહેલા લાગી 6 કરોડ ની લોટરી અને હવે મળ્યો ખેતરમાંથી સિક્કા ભરેલો ઘડો

  • શું તમે કિસ્મતને માનો છો. જો નથી માનતા તો હાલના ૬૬ વર્ષીય બી રત્નાકર પિલ્લાઈ ની કહાની જાણી લો. વાત કૈક એવી છે કે રત્નાકરે એ છેલ્લા વર્ષ ક્રિસ્મસ માં લોટરીમાં છ કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યા હતા. ત્યારબાદ તેમણે રકમને તીરૂવન્તપુરમ થી થોડા કિલોમીટર દૂર કીલી મુનર માં જમીન ખરીદી. મંગળવારે જ્યારે તેમણે ખેતી કરવા માટે જમીન માં ખોદકામ શરૂ કર્યું તો તેમની કિસ્મત એ આ વર્ષે તેમને વધુ એક ભેટ આપી.
  • ખેતર માંથી મળ્યો સો વર્ષ જૂનો મટકું

  • પિલ્લાઈ એ ખેતી કામ દરમ્યાન એક મટકું મળ્યું. જે મુદ્રાઓ થી ભરેલું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2595 પ્રાચીન સિક્કાઓ થી ભરેલું મટકું સો વર્ષ જૂનું છે. સિક્કાનું વજન ૨૦ કિલો ૪૦૦ ગ્રામ છે. બધા જ સિક્કા તાંબાના છે જે ત્રાવણકોર સામ્રાજ્ય ના કહેવામાં આવી રહ્યા છે.
  • નથી ખબર પડી હજુ સિક્કા ની કિંમત


  • જોઈએ તો આ સિક્કાની કિંમત હજુ સુધી ખબર પડી શકી નથી. કાટ લાગેલા સિક્કા ને લેબમાં મોકલવામાં આવ્યા છે તેમના સાફ થયા બાદ એક્સપર્ટ તેમની કિંમત કહી શકશે.
  • આ શાસનકાળમાં ચાલતા હતા સિક્કા

  • કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કા ત્રાવણકોર ના બે મહારાજાઓના શાસનકાળ દરમ્યાન ચાલતા હતા તેમાંથી પહેલાં થી મૂલમ થિરુનલ રામ વર્મા તેમનો શાસનકાળ 1885 થી 1924 ની વચ્ચે રહ્યું અને બીજા રાજા ચિથીરા થીરુનલ બાલા રામ શર્મા હતા. આ ત્રાવણકોરના અંતિમ શાસક હતા અને તેમણે 1924 થી 1949 સુધી શાસન કર્યું.