આ રીતે કરો ભગવાન શિવને પ્રસન્ન, ભોળાનાથ ની કૃપાથી વરસ છે ધન, ખુલી જશે કિસ્મતના દ્વાર


  • ભગવાન શિવ ને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે શિવજીની પૂજા આરાધના અથવા તેનાથી જોડાયેલા થોડાક ઉપાય કરવાથી તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. એ જ કારણ છે કે તેમને ભોળાનાથ કહેવામાં આવે છે.  ભગવાન શિવ ખૂબ જ ભોળા છે અને થોડીક ભક્તિ કરવાથી તે પ્રસન્ન થઈ જાય છે.
  • ભગવાન શિવની પૂજા કોઈ પણ દિવસે કરી શકાય છે. પરંતુ સોમવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સોમવારના દિવસ ભગવાન શિવને સમર્પિત છે એ જ કારણ છે કે સોમવારે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ.
  • જો ઘર-પરિવારમાં કોઈપણ સમસ્યા હોય તો સોમવારના દિવસે થોડાક ઉપાય કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે સાથે જ આ ઉપાય કરવાથી ધનનું આગમન ઝડપથી થાય છે.
  • સોમવાર આવી રીતે કરો ભગવાન ભોળાનાથને પ્રસન્ન
  • બે કપૂર અને બે લવિંગ ના ઉપાયથી આવતી બધી સમસ્યા નો ઉપાય કરી શકશો. આ ઉપાયથી તમારા ધન આવવાના બધા જ માર્ગ ખુલી જશે.
  • સોમવારના દિવસે સૌથી પહેલા તમે ઘરમાં પૂજા કરવા વાળી જગ્યા ઉપર બે કપૂર અને લવિંગ લઈને બેસી જાઓ અને તે બંને કપૂર ને લઈને શિવજીની મૂર્તિ અથવા તસવીર ની સામે રાખી દો.
  • ત્યારબાદ ઓમ નમો નમઃ શિવાય મંત્રનું એકવીસ વાર જાપ કરો. કર્યા પછી તમે હથેળીમાં બંને કપૂર ને વચ્ચે લાવીને રાખી મુઠ્ઠીને બંધ કરી દો. તમારી બધી સમસ્યા ને એક વખત બોલી લો.
  • ત્યારબાદ લવિંગ અને કપૂર ને લઈને કોઈ પણ શિવ મંદિરમાં જઈને ત્યાં શિવલિંગ ઉપર ચડાવી દો જળ સાથે કપૂરને સ્પર્શ કરાવો. સ્પર્શ કર્યા પછી તે કપૂર અને લવિંગને સળગાવી દો.
  • જો ક્યાં આ બધું કરવું સંભવ ના હોય તો તમે કોઈપણ તુલસીના છોડ પાસે પણ કપૂર સળગાવી શકો. તેમ ના પરિણામ જલ્દીથી તમને જોવા મળશે.