સંજય દત્ત : 9 વર્ષ નરકમાં ગાળ્યા, આ કહાની વાંચીને તમે પણ દંગ રહી જશો.


 • રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ' માં બોલિવૂડ સ્ટાર સંજય દત્તની જિંદગી કેવા કેવા ઉત્તર ચઢાવો માંથી પસાર થઈ છે તેનો આપણે કેટલોક ભાગ જોયો છે. તાજેતરમાં લોકડાઉન દરમિયાન સંજય દત્તનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તે તેની ડ્રગ્સના દિવસોની કહાની જણાવી રહ્યો છે. વિરલ ભાયાણી એ વાયરલ કરેલો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ચંદીગઢ યુનિવર્સિટીમાં સંજય દત્તએ આપેલા ભાષણની ક્લિપ છે.

 • સંજય દત્તનું કહેવું છે કે તેણે 9 વર્ષ નરકમાં ગાળ્યા હતા. તેણે કહ્યું- આ મારા જીવનની વાર્તા છે, પરંતુ હું કોઈ બીજાના જીવનની વાર્તા બનવા માંગતો નથી. બધા લોકોએ ડ્રગથી દૂર રહેવું જોઈએ. તે તમારું જીવન બરબાદ કરી શકે છે. તમે તમારા કુટુંબ અને કામથી મોટું વ્યસન કઈ નથી. સંજય દત્તે પોતાના ડ્રગના દિવસો પર ઘણી વાર વાત કરી અને તેણે લોકો સાથે તે અંધકારમય દિવસોની દુ:ખદાયક વાર્તા પણ શેર કરી છે. જ્યારે તેને લાગ્યું કે હવે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે અને પછી તેણે આ બધા માંથી નીકળવા માટે તેના પિતાની મદદ લીધી. 

 • હું બે દિવસ સૂઈ રહ્યો
 • 'સવાર હતી અને મને ભૂખ લાગી હતી. ત્યાં સુધીમાં મારી માતાનું નિધન થઈ ગયું હતું. મેં નોકરને મને ખોરાક આપવા કહ્યું. તેણે કહ્યું બાબા, બે દિવસ થયા છે, તમે જમ્યા નથી, ફક્ત સૂઈ રહ્યા છો હું બાથરૂમમાં ગયો અને જ્યારે મેં મારી જાતને જોઈ ત્યારે હું મૃત્યુની સ્થિતિમાં હતો. મારા મો અને નાકમાંથી લોહી નીકળતું હતું.
 • પાપાએ ટેકો આપ્યો
 • 'હું આ બધું જોઈને ડરી ગયો હતો અને સવારે સાત વાગ્યે મારા પિતા પાસે ગયો અને કહ્યું કે મને મદદની જરૂર છે. હું ડ્રગ્સ નો વ્યસની છું.હું એટલો નસીબદાર હતો કે મારા પિતા મને અહીંથી યુએસ રિહેબિલિટેશન સેન્ટરમાં લઈ ગયા. હું ત્યાં બે વર્ષ રહ્યો, પણ પહેલા વર્ષે મન માં એવા વિચારો આવતા કે ફરી એક વાર ડ્રગસ ટ્રી કરું, પણ મેં કહ્યું ના, હું કરીશ પણ નહિ અને કરવા દઈશ પણ નહિ.

 • ડ્રગની પડીકીઓ મફતમાં મળતી હતી
 • 'જ્યારે હું બે વર્ષ પછી પાછો આવ્યો ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું કે બાબા તમને કોઈ મળવા આવ્યા છે. તેથી મેં વિચાર્યું કે સવારે સાત વાગ્યે મને કોણ મળવા આવ્યું છે. મેં જોયું કે મારો જે ડ્રગ પેડલર હતો તે મને મળવા આવ્યો હતો. તેણે મને ડ્રગની પડીકી આપી અને કહ્યું કે તે મફતમાં રાખો. મને તે સમયે મારે માત્ર 1 સેકન્ડ જોઈતી હતી વિચારવા માટે કે હું દૃગ લઉ કે નહિ.

 • અંતિમ નિર્ણય લીધો
 • 'તે એક સેકન્ડમાં મેં નક્કી કર્યું કે હું મારા જીવનમાં ક્યારેય ડ્રગ્સ નહીં લઈશ. આ પછી મેં મારા પિતાને વચન પણ આપ્યું કે તમે મને મદદ કરી છે, હું યુવાનોને ચોક્કસ મદદ કરીશ. ન તો હું ડ્રગ્સના તો લઈશ કે, ન તો હું કોઈને લેવા દઈશ. '

 • નિર્માતાઓ ફિલ્મના સેટ પર દવાઓનો રાખતા હતા 
 • શરૂઆતના દિવસોમાં જ્યારે સંજય દત્તને ડ્રગ્સની લત લાગી હતી, તે સમયે તે એક મોટો સ્ટાર હતો. બધાં નિર્માતાઓ તેની ફિલ્મોમાં તેમને ઇચ્છતા હતા. પરંતુ સંજય દત્ત સાથે કામ કરવું સરળ નહોતું. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ સમયસર શરૂ થાય તે માટે નિર્માતાઓ સંજય દત્ત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતા. 

 • પ્રથમ વખત જેલ
 • સંજય દત્તની પહેલી ધરપકડ ડ્રગ્સને કારણે પણ થઈ હતી. તે એકલો પોતાનો ઓરડો બંધ કરીને ડ્રગ્સ લેતો હતો.ત્યારે તેણે રૂમમાં જ બે-ત્રણ ફાયરિંગ કર્યું. ત્યારબાદ એક પાડોશીએ પોલીસને ફોન કરીને બોલાવ્યા હતા. જો કે, તેને તરત જ બેલ મળી ગઈ હતી.

 • મારા લોહીમાં ડ્રગ્સ જ ડ્રગ્સ હતું 
 • હું ડ્રગ્સ લેતો હતો. ઘણી વાર એવું બનતું હતું કે મચ્છર આવીને મારા શરીર પર બેશે, હું કાળજીપૂર્વક નિહાળતો હતો કે તે મચ્છર મને કરડી રહ્યું છે, પણ તે ઉડી શકતું નહી અને ત્યાં જ મરી જતું. મારા શરીરમાં એવી ઘણી દવાઓ હતી કે મારું લોહી પીધા પછી મચ્છર પણ મરીજાય. ક્યારેક હું પણ હસતો.