આ સરળ રીત થી દૂર કરી શકો છો સાંધા નો દુખાવો જરૂર થી કરો ટ્રાય

 • જેમને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમની આ સમસ્યા શિયાળામાં વધી જાય છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ પણ ત્યારે થાય છે જ્યારે તમારા સાંધામાંથી કાર્ટિલેજ ધીરેધીરે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને હાડકાં એકબીજા સાથે ઘસાય છે. હાડકા એકબીજા સાથે સતત ઘસાતા રહે ત્યારે સાંધામાં દુખાવો તીવ્ર બની જાય છે. જો કે આ તકલીફમાં દવા ખાવાના બદલે કેટલાક રામબાણ ઉપાય કરી દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.
 • 1. નિયમિત જોઈન્ટ રોટેશન કરો
 • રોજીંદા કામો વચ્ચેથી સમય કાઢી અને સાયકલિંગ કે સ્વીમિંગ કરવાનું રાખો. આ કસરતોથી સાંધામાં રોટેશન થાય છે અને દુખાવાથી રાહત મળે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે આ પ્રક્રિયા ઝડપથી ન કરવી.
 • 2. અભ્યંગ
 • આ આયુર્વેદ ચિકિત્સાની એક રીત છે. જેમાં ઔષધીયુક્ત તેલથી શરીરમાં માલિશ કરવામાં આવે છે. આ ક્રિયાથી શરીરનો દુખાવો દૂર થાય છે અને સાથે જ શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે. તેના માટે ઓર્ગેનિક તલનું તેલ ઉપયોગમાં લેવું. પહેલા તેને ગરમ કરવું અને પછી પગથી તેને લગાવવાની શરૂઆત કરી માલિશ કરવી. જે જગ્યાએ દુખાવો વધારે હોય ત્યાં દિવસમાં 1 અથવા 2 વખત 10 મિનિટ સુધી તેલ લગાડી મસાજ કરવી.
 • 3. ઘીનું સેવન કરો
 • સાંધાના રોગમાં વાતનું પ્રમાણ વધારે હોવાથી શરીરમાં નમી થઈ જાય છે. તેનાથી શરીરમાં ચિકાસ ઘટે છે એટલા માટે ઘી, તેલનું સેવન કરવું હિતાવહ છે. તેનાથી શરીરના સાંધામાં ચિકાસ વધશે અને સાંધાનો દુખાવો ઘટશે.
 • 4. યોગ
 • યોગને જીવનનો એક ભાગ બનાવો. સાંધાના દુખાવામાં તાડાસન, વીરભદ્રસાન અને દંડાસન કરવા.
 • 5. યોગ્ય ખોરાક
 • દુખાવામાંથી રાહત માટે ખાણીપીણીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ સમસ્યામાં અનાજનું સેવન વધારે કરવું. શાકભાજીમાં કારેલા, રીંગણા વગેરેનું સેવન વધારે કરવું.