પેટના ગેસ ને તરત આરામ આપશે આ ઘરેલુ નુસખો જરૂરથી અપનાવી જુઓ.


 • એવું થઈ ગયું છે કે પેટમાં ગેસ બનવુ એસિડિટી જેવી બીમારીઓ સામાન્ય થઈ ચૂકી છે અને ઠંડીમાં તો ખાસ કરીને આપણે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ખાતા રહીએ છીએ જેના કારણે એસિડીટી ના રૂપમાં પેટમાં તેમજ છાતીમાં ઘણીવાર સાથે માથાનો દુખાવો પણ થઈ જતો હોય છે.
 • આવા સમયે આપણને એવું લાગતું હોય છે કે જલ્દીથી જલ્દી આપણે આ દુખાવાથી આરામ મેળવી શકીએ. પેટમાં બનનારી ગેસને દૂર ભગાવવા માટે ઘણા ઘરેલુ નુસ્ખા હોય છે તો ચાલો જાણીએ તેમના વિશે.
 • વધુ ખાટુ, તીખું, મસાલાવાળું ભોજન લેવાથી સાથે જ મોડી રાત સુધી જાગવું, પાણી ઓછું પીવું, ગુસ્સો, ચિંતા, ખુબજ વધુ સમય એક જગ્યા ઉપર બેસી રહેવું જે ગેસ બનવા લાગે છે. તેમના સિવાય થોડીક દાળ તેમજ શાકભાજી પણ એવી હોય છે જેનાથી ગેસ બનતો હોય છે. વધુ ચા પીવાથી પણ ગેસ બનતો હોય છે તેનાથી પેટ, પીઠ, છાતી માં દુખાવો, માથામાં દુખાવો થવા લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. ઓડકાર વધુ આવે છે. છાતી તેમજ પેટમાં બળતરા થાય છે. ચક્કર આવવા લાગે છે જેવી સમસ્યા થતી હોય છે. તેમના માટે ઘરેલુ નુસખાઓ તમારા કામ આવી શકે છે.
 • લીંબુનો રસ તેમજ આદુ એક એક ચમચી લઈને ત્યારબાદ તેમા થોડું સંચળ મેળવી ને અને તેમને ભોજન કર્યા પછી ખાવાથી પાચન શક્તિ સારી થઈ જાય છે અને ગેસ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.
 • અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે ખાઓ તેનાથી ગેસ માંથી આરામ મળે છે.
 • રોજે બેથી ત્રણ નાની હરડે મોમાં રાખીને ચુસો તેનાથી ફાયદો થશે.
 • મેથીના દાણા અને ગોળનું પાણી મેળવીને ઉકાળી લો અને તે પાણીને ગાળી લો ત્યારબાદ તેને પી લો ગેસમાંથી આરામ મળે છે. (જે લોકોનું શરીર કમજોર હોય ચક્કર આવતા હોય અથવા તો ગરમ તાસીર વાળી વસ્તુઓ પચતી ન હોય તે લો.કો મેથીના દાણાનો વપરાશ ના કરો).
 • બે ચપટી પીસેલી લીલી હળદરમાં બે ચપટી નમક નાખીને ગરમ પાણી સાથે પીવો.
 • દળેલી હિંગ તેમજ સંચળ, નમક મેળવીને ગરમ પાણી સાથે ખાવો આરામ થશે.

 • આદુના ટુકડા ઉપર સંચળ લગાવીને મોંમાં નાખીને ચૂસતા રહો ધીમે ધીમે ગેસ થવાનું બંધ થઈ જશે.
 • મૂળાના જ્યુસ માં પંચાલ તેમજ હિંગ મેળવીને પીવો.
 • વધુ થી વધુ પાણી પીવો તેનાથી પેટ સાફ થશે અને ગેસ થવાનું બંધ થઈ જશે.
 • ડુંગળીના રસમાં સંચળ તેમજ હિંગ મેળવીને પીવાથી પેટના ગેસ અને ગેસ નો દુખાવો સરો થઈ જશે.
 • ચપટીભર જીરું, સંચળ તેમજ ફુદીનો છાસમાં મેળવીને ભોજન લીધા પછી પીવાથી ગેસની સમસ્યા થતી નથી.