પનીર ના શાક ને સ્વાદિષ્ટ બનાવવા અપનાવો આ સરળ ટિપ્સ

  • પનીર ખાવાનું કોને ન ભાવે? કોઈ પણ પાર્ટી હોય કે ફંક્શન પનીર તો હોય જ. કેટલીક વાર આપણે પનીર લાવીએ અને બનાવીએ પણ ખરા પણ તેનો સ્વાદ એટલો સારો નથી લાગતો. આજે અમે તમારા માટે ખાસ લાવ્યા છીએ કેટલીક ટિપ્સ જેનો ઉપયોગ કરી તમે પનીરની સબ્જીને ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકશો.
  • પનીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા કરો આ ઉપાય
  • પનીરની સબ્જી બનાવતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે પનીરને સૌથી છેલ્લે સબ્જીમાં નાખો. 
  • પનીર નાંખ્યા પછી તેને હલાવતી વખતે ખુબજ સંભાળીને કરો. પનીરને ઢાંકીને પકાવો 1-2 મિનિટ પછી તાપ ધીમો કરી નાખો. આવુ કરવાથી પનીર તૂટશે નહી અને એકદમ મુલાયમ રહેશે.
  • પનીરને વધારે પકાવશો તો તેનો સ્વાદ અને રંગરૂપ બદલાઈ જશે. જો પનીરને ફ્રાઈ કરીને નાખવા હોય તો તેલને ધીમી આંચ પર જ રાખો. ફ્રાઈ કરવાથી તેમા રહેલ પોષણ ખતમ થઈ જતુ હોય છે. બને ત્યાં સુધી તેનો સીધો જ ઉપયોગ કરો.
  • ફ્રીજમાં રાખવાથી જો પનીર સખત થઈ ગયુ હોય તો તેને ગરમ પાણીમાં નાંખો આનાથી તે સોફ્ટ થઈ જશે. પનીરને તળ્યા પછી તરત ગરમ પાણીમાં નાંખી દો આનાથી તે મુલાયમ થશે. પનીરની સબ્જીમાં છેલ્લે કસુરી મેથી નાખવાથી તેનો સ્વાદ બમણો થઈ જશે.