માતા લક્ષ્મીજીની કૃપા સાથે જોડાયેલા શુભ સંકેત, જો તમને પણ મળી રહ્યા છે આ સંકેત તો તમારા પર પણ થવા જઇ રહી છે કૃપા


 • જો તમને સપનામાં વારંવાર પાણી અથવા તો હરિયાળી જોવા મળે તો સમજી લો કે ધન સંબંધિત પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે.
 • જો સપનામાં માતા લક્ષ્મીનું વાહન ઘુવડ જોવા મળે તો સમજી લો કે ખૂબ જ જલ્દી માં લક્ષ્મીજીની કૃપા તમારા ધન સંબંધી મુશ્કેલીઓ દૂર કરવા જઈ રહી છે.
 • સપનામાં સફેદ અથવા તો સોનેરી રંગનો સાપ જોવા મળે તો તેને માતા લક્ષ્મીજી ના શુભ સંકેત માનવામાં આવે છે.
 • જો ક્યારેય પણ આવતા જતા સાપ જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
 • જો સવારે ઊઠતાની સાથે જ શંખ અને મંદિર ની ઘંટડી ના અવાજ સંભળાય તો સમજી લો કે સારા દિન આવવાના છે.
 • જો સવાર સવારમાં શેરડી દેખાય તો સમજી લેજો કે ધન સંબંધિત કાર્યોમાં સફળતા મળી છે.
 • ઘરથી નીકળતાંની સાથે તમને જો સફાઈ કર્મી જોવા મળે તો સમજી લેજો કે કોઈપણ કાર્ય માટે તમે બહાર જઇ રહ્યા છો તેમાં તમને સફળતા મળશ.
 • ઘરથી નિકળતા ની સાથે જો ગાય જોવા મળે તો શુભ સંકેત માનવામાં આવે છે. જો ગાય સફેદ હોય તો ખૂબ જ વધુ શુભ સંકેત માનવામાં આવે છે.
 • જો સવારે જાગતાની સાથે જ દૂધ તેમજ દહી ના વાસણ જોવા મળે તો સમજી લેજો કે તમારો શુભ દિવસ છે.
 • યાત્રા ઉપર જતા સમયે સાપ, વાંદરો,કૂતરો અથવા તો કોઈ પક્ષી જોવા મળે તો તમારી યાત્રા મંગલમય રહેશે.
 • સવાર સવારમાં નારિયળ, મોર, હંસ, ફુલ, પુષ્પમાળા વગેરે જોવા મળે તો શુભ સંકેત હોય છે.