તમારા કિચન ના કામ ને સરળ બનાવવા અપનાવો આ ટિપ્સ


 • કિચન ની રોજબરોજ ની દિન ચર્યા માં ઘણું એવું થતું હોય છે કે તે કિચન માં થતા કામ ને અઘરા અથવાતો અડચણ વધારતા હોય છે તો આજે આપણે એવી થોડી સરળ ટિપ્સ ઉપર નજર નાખીશું જેને કરવાથી તમારા કામ ને સરળ બનાવી શકો છો.
 • કુકર નું રબર (રિંગ)

 • કિચન માં હંમેશા માટે કુકર ના રબર ની ઢીલી થવાની સમસ્યા રહેતી હોય છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો તમે તે રિંગ ને થોડો સમય સુધી ઠંડા પાણી માં રાખો જેના થી આ સમસ્યા દૂર થશે તમે તે રબ્બર ને ફ્રિજ માં પણ રાખી શકો છો.
 • આઈસ્ક્રીમ ને સારી રીતે જમાવવા માટે

 • તમે પણ જો આઈસ્ક્રીમ ને સારી રીતે જમાવવા માંગો છો તો આઇસ્ક્રીમ ને એલ્યુમિનિયમ ના વાસણ માં જમાવો અને ઉપર થી ફોઈલ પેપર લગાવો. તેનાથી તમારા આઈસ્ક્રીમ માં બરફ નહિ બને અને આઈસ્ક્રીમ જલ્દી થી જામી જશે.
 • સફરજન કાળું નહિ પડે

 • આપણે હંમેશા જોઈએ છીએ કે સફરજન ખાતા થોડું વધે છે તો તે કાળું પડી જતું હોઈ છે આ સમસ્યા માંથી રાહત મેળવવા તમે તેના ઉપર લીંબુ લગાવી શકો છો.
 • સ્પન્જી કેક બનાવવા માટે

 • તેના માટે તમે કેક ના ઘોળ માં વ્હીસ્ક ને એકજ દિશામાં ફેરવો. તેનાથી સોફ્ટ થશે અને કેક સ્પન્જી બનશે.
 • ફ્રિજ ની ગંધ ને દૂર કરવા માટે

 • જો તમારે પણ આવું થતું હોઈ તો ચિંતા કરવાની જરૂર નથી તમે એક લીંબુ કાપીને તેને એક પાણી ભરેલા વાસણ માં મૂકી રાખો જેનાથી ફ્રિજ માં આવતી ગંધ ની સમસ્યા દૂર થશે.
 • ગરોળી આવવા ની સમસ્યા

 • ગરોળી કિચન માં આવવાની સમસ્યા બધાને રહેતી હશે. તેને દૂર કરવા માટે ડુંગળી ની પેસ્ટ બનાવી ને સ્પ્રે ની બોટલ માં નાખો અને રાત્રે તેને સ્પ્રે કરી દો. તેના થી ગરોળી આવવાની સમસ્યા નહિ રહે. દીવાલ ઉપર 5 થી 6 મોરપીંછ લગાવવા થી પણ ગરોળી આવવાની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.