ઘરેજ બનાવો હોટેલ જેવી કાજુ કરી, નોંધી લો રેસિપી


 • કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવશે, જેને બનાવતા 30 મિનિટથી એક કલાકનો સમય લાગશે, અહીં આપેલી રેસીપીની સામગ્રીની પ્રમાણ 2-4 વ્યક્તિ માટે છે.
 • સામગ્રી:
 • એક કપ કાજુ
 • એક મોટી ચમચી તેલ કે માખણ
 • ગ્રેવી બનાવવા માટે
 • 3 મોટા ટામેટા સમારેલા
 • 2 તેજ પત્તા
 • 20-25 કાજુ
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • 2 લીલા મરચા સમારેલા
 • 2-3 ચમચી તાજી મલાઈ
 • જરૂર મુજબ પાણી
 • 2 મોટી ચમચી માખણ
 • 1/2 ચમચી ખાંડ
 • 1 નાની ચમચી કસૂરી મેથી અથવા એક ચપટી મેથી પાવડર
 • 2 મોટી ચમચી ધાણા, સમારેલા
 • સ્વાદ અનુસાર મીઠું
 • રીત :
 • સૌથી પહેલા ગેસ પર એક કઢાઈ મૂકીને એક ચમચી માખણ ગરમ કરો. ધ્યાન રાખો કે માખણ બળે નહિ, એટલે ધીમી આંચ રાખો. હવે તેમાં કાજુ નાખો અને હલકા બ્રાઉન થવા સુધી શેકો, ધ્યાન રાખો કે કાજુ બળે નહિ. શેકેલા કાજુને એક પ્લેટમાં કાઢી લો.
 • હવે એ જ કઢાઈમાં એક તેજ પત્તુ નાખો અને થોડીક સેકન્ડ્સ માટે તેને શેકો. હવે તેમાં સમારેલા ટામેટા અને પાણી નાખીને ઉકળવા દો. જ્યા સુધી ટામેટા પાકે ત્યાં સુધી એક મિક્સર જારમાં 20-25 કાજુ પીસીને બારીક પાવડર બનાવી લો. પાવડરને એક બાઉલમાં કાઢીને મૂકી દો.
 • હવે ટામેટા પાકી ગયા હશે તો ગેસ બંધ કરીને તેને ઠંડા થવા દો. ટામેટા ઠંડા થયા પછી તેમાંથી તેજ પત્તુ કાઢી લો અને તેને એ જ જારમાં નાખીને પ્યુરી બનાવી લો. હવે એ જ પેનમાં મધ્યમ આંચ પર ગેસ રાખીને 2 ચમચી માખણ નાખો.
 • તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
 • હવે તેમાં કાજુ પાવડર નાખો અને હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ રાખો જેથી તે આસાનીથી પાકે અને વાસણમાં ચોંટે નહિ. કાજુ પાવડરનો રંગ સોનેરી થાય ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી નાખો અને સારી રીતે હલાવતા હલાવતા પકાવો. મધ્યમ આંચ પર 4 મિનિટ સુધી પકાવો
 • હવે આ મિશ્રણમાં લાલ મરચું પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં આવશ્યકતા અનુસાર પાણી નાખો. હવે આ ગ્રેવીમાં ગરમ મસાલો, મલાઈ, કસૂરી મેથી (અથવા મેથી પાવડર) નાખો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે મલાઈ સારી રીતે મિક્સ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી લો. તેમાં શેકેલા કાજુને નાખીને હલાવી દો.
 • તૈયાર છે કાજુ કરી. ધાણાથી તેને ગાર્નિશ કરો અને તંદુરી રોટી, નાન, રોટલી, જીરા રાઈસ કે વેજ પુલાવ સાથે સર્વ કરો.