આ ચમત્કારિક મંદિર માં હનુમાનજી ઊંધા ઉભા રહી ને આપે છે ભક્તો ને દર્શન, અહીં દર્શન માત્ર થી થાય છે બધી મનોકામના પૂર્ણ


  • ભારતમાં આવા ઘણા મંદિરો છે જે તેમની વિશેષતા અને તેમના ચમત્કારો માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તમે કદાચ ઘણા એવા મંદિરો પણ જોયા હશે જેમાં નિશ્ચિતરૂપે કોઈક વિશેષતા હશે અથવા તે મંદિરનો કોઈ ચમત્કાર હશે.વૈજ્ઞાનિકો એ પણ મંદિરોના ચમત્કારની સામે હાર સ્વીકારી લીધી છે.
  • આજે અમે તમને એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેની વિશેષતા અને ચમત્કાર માટે વિશ્વભરમાં જાણીતું છે. જેમ કે તમે બધા જાણો છો કે, હિન્દુ શાસ્ત્રોમાં, હનુમાન જીની સ્થાયી અનેઉભી મૂર્તિ,તમે ઘણે બધે જોઈ હશે જેને શક્તિ અને શાણપણનો દેવ માનવામાં આવે છે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે હનુમાનજી નું એવું મંદિર હાજર છે જ્યાં હનુમાનની મૂર્તિ ઉંધી ઉભી છે એટલે માથું નીચે અને પગ ઉપર.

  • હા, તમે બરોબર સાંભળી રહ્યા છો ત્યાં એક મંદિર છે જ્યાં હનુમાનજીની માથે ઊભી મૂર્તિની પૂજા કરવામાં આવે છે ખરેખર, આપણે જે મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ તે ઊંધા હનુમાનજીનું મંદિર છે જે ઈન્દોર માં સાવરે નામના સ્થળ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળનું છે, ભગવાન હનુમાનની મૂર્તિ મંદિરમાં સિંદૂરથી શણગારેલી છે.વિશ્વની આ એકમાત્ર હનુમાનજીની પ્રતિમા છે જે ઉંધી છે અને આ મંદિર તમામ લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કરે છે, ભક્તો ભગવાન પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે, ભક્ત ભગવાન હનુમાનજી ની ભક્તિમાં લીન થઈ જાય છે. અને પોતાની જાત ને ભૂલી જાય છે.
  • આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામજી અને રાવણ રામાયણ સમયગાળા દરમિયાન યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે અહિરાવણે એક ચાલ રમી હતી, તે પોતાનું સ્વરૂપ બદલીને રામની સેનામાં જોડાઈ ગયો હતો અને જ્યારે રાત્રે જ્યારે બધા લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે અહિ રાવણે પોતાની જાદુઈ શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજી ને બેભાન કરી તેમનું અપહરણકરી લીધું હતું , જ્યારે વાનર સેનાને આ વાતની ખબર પડી ત્યારે ચારે બાજુહાહાકાર મચી ગયો હતો, 

  • મહાબલી હનુમાન ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણ જીની શોધમાં પાતાળ સુધી પહોંચી ગયા હતા જ્યાં હનુમાન જીએ આહિરાવણનો વધ કર્યો હતો અને ભગવાન રામ અને લક્ષ્મણને સલામત રીતે પાછા લાવ્યા હતા. આ તે જ સ્થાન છે જ્યાંથી હનુમાનજી પાતાળ તરફ ગયા હતા, તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું પૃથ્વી તરફ હતું, જેના કારણે તેમના ઊંધા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
  • મહાબાલી હનુમાનના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મંગળવાર અથવા પાંચ મંગળવાર સુધી આ મંદિરની મુલાકાત લેવા સતત આવે છે તો તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીં એવું માનવામાં આવે છે કે મંગળવારે ભગવાન હનુમાનને ચોલા અર્પણ કરવામાંઆવે છે.ઊંધા હનુમાનના મંદિરના દર્શનથી જ બધા ભક્તોની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભગવાન રામ, સીતા, લક્ષ્મણજી, શિવ,પાર્વતી ની મૂર્તિઓપણ આ મંદિર માં બિરાજમાન છે જે ખૂબ ચમત્કારિક પ્રતિમા માનવામાં આવે છે.