સેન્ડવીસ બનાવો છો તો સાથે લીલી ચટણી બનાવો આ રીતે, બનશે ફક્ત 5 મિનિટ માં અને એ પણ ચટાકેદાર • કોઇપણ વસ્તુની સાથે લીલી ચટણી ખાવાથી તેનો સ્વાદ વધી જાય છે. લીલી ચટણી સૌથી વધારે સેન્ડવીચમાં લગાવવામાં આવે છે. જેનાથી તેનો સ્વાદ વધી જાય છે. પરંતુ આ ચટણી બીજી લીલી ચટણીથી વધારે ટેસ્ટી હોય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલી ચટણી..
 • સામગ્રી
 • 4 ચમચી - ફીકી બુંદી (રાયતા બુંદી)
 • 1 ચમચી - શેકેલી ચણા દાળ
 • 3 ચમચી - પાણી
 • 10 નંગ - લીલા મરચા
 • 1 ટૂકડો - આદુ
 • 4 કળી - લસણ
 • 1/2 ચમચી - જીરૂ
 • 1 મુઠ્ઠી - કોથમીર
 • 1 નંગ - લીંબુનો રસ
 • 1/4 કપ - પાણી
 • સ્વાદાનુસાર - મીઠું
 • 1/2 બાઉલ - ફુદીનાના પાન
 • બનાવવાની રીત
 • સૌ પ્રથમ મિક્સરમાં બુંદી, ચણા દાળ અને 3 ચમચી પાણી ઉમેરીને 2-3 મિનિટ રહેવા દો. જેથી બુંદી અને દાળ ફુલી જાય તે બાદ તેમા લીલા મરચા, આદુ, લસણ, જીરૂ, ફુદીનો, કોથમીર, લીંબુનો રસ, પાણી, મીઠું મિક્સ કરી લો. હવે ઢાંકણ બંધ કરીને તેને પીસી લો. તૈયાર ચટણીને બાઉલમાં નીકાળી લો. હવે ચટણીમાં મિઠાસ જોઇએ તો તેમા એક નાની ચમચી ખાંડ પણ મિક્સ કરી શકો છો. આ ચટણીને તમે સેન્ડવચીમાં ઉપયોગમાં લઇ શકો છો.