ટેલીવુડ ની રાણી એકતા કપૂર નું ઘર પણ છે મહારાણી ને શોભે એવું જ, જુવો અંદર ના ફોટા  • એકતા કપૂર 44 વર્ષ ની થઇ ચુકી છે. 7 જૂન 1975 એ મુંબઈ માં જન્મેલી એકતા બાલાજી ટેલિફિલ્મ્સ ની જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર છે. એકતા એ ઘણીજ નાની ઉમર માં સફળતા મેળવી છે. છેલ્લા 20 વર્ષ થી તે ટીવી વલ્ડ પર રાજ કરી રહી છે.

  • એકતા હવે કરોડો ની સંપત્તિ ની માલકીન છે. એકતા એ સાસુ-વહુ ની ટીવી સિરિયલ માં ઘણી ખ્યાતિ મેળવેલી છે. થોડા મહિના પહેલા જ એકતા કપૂર સરોગેસી ના દ્વારા માતા બની છે અને તેણે તેમના પુત્ર નું નામ રાવી કપૂર રાખ્યું છે.  • મુંબઈ ના પૉશ વિસ્તાર માં તેમનું ઘણુંજ આલીશાન ઘર છે. તેમનું આ ઘર કોઈ મહેલ થી ઓછું નથી. એકતા આ આલીશાન ઘર માં મમ્મી પાપા, પોતાનો દીકરા રાવી, ભાઈ તુષાર અને ભત્રીજો લક્ષ ની સાથે રહે છે.


એકતા એ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે માં બની છે. આ વર્ષ 27 જાન્યુઆરી એ તે માતા બની છે. એકતા એ તેમના દીકરા રાવી ની તસ્વીર હજુ સુધી શેયર કરી નથી.


  • એકતા થી પહેલા તુષાર કપૂર પણ સેરોગેસી દ્વારા પાપા બની ચુક્યા છે. તે દીકરા લક્ષ કપૂર ના પાપા બની ચુક્યા છે. એકતા પણ પોતાના ભત્રીજા લક્ષ ને ખુબજ પ્રેમ કરે છે.


  • એકતા જાણીતા એવા એક્ટર જીતેન્દ્ર ની દીકરી છે અને તેણે પોતાના પિતા જીતેન્દ્ર ના નામ પર દીકરા નું નામ રાખ્યું છે. જીતેન્દ્ર નું અસલ નામ રવિ કપૂર છે અને પાપા ના નામ પરજ તેણે તેના દીકરા નું નામ રાવી રાખ્યું છે.
  • એકતા ના ઘર માં હર વર્ષે ખુબજ ધૂમ ધામ થી ગણપતિ ઉત્સવ માનવામાં આવે છે અને હાલ ના દિવસો માં તે તેમના ભત્રીજા ની તસ્વીર શેયર કરતી રહે છે. સાથેજ તે સોસીયલ મીડિયામાં તેમના પરિવાર ની તસવીરો શેયર કરતી રહે છે.


  • તેમના પ્રોડક્શન ના બેનર નીચે બનેલ સિરિયલો માં હમ પાંચ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, કહાની ઘર-ઘર કી, કસોટી જિંદગી કી, કહી કિસી રોજ મુખ્ય છે. ગયા વર્ષે તેમની પ્રોડકશન માં બનેલી વીરે દી વેડિંગ એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતા 100 કરોડ થી વધુ કમાણી કરી હતી.