એકમાત્ર કિલ્લો જે જમીનથી ઉપર નહીં પરંતુ નીચે છે, જે ભારતનો છે....


 • ભારતમાં જોઈએ તો ઘણા ઐતિહાસિક કિલ્લાઓ છે, પરંતુ બિહારના રોહતાસ જિલ્લામાં સ્થિત શેરગઢ નો કિલ્લો બીજા કિલ્લા ઓ થી એકદમ અલગ છે. ભારતનો એકમાત્ર એવો કિલ્લો છે જે જમીનની ઉપર નહીં પરંતુ જમીનની નીચે સ્થિત છે.
 • લગભગ ચારસો વર્ષ જુનો આ કિલ્લો અફઘાન શાસક શેરશાહ સુરી એ બનાવ્યો હતો. એટલા માટે તેને શેરગઢ નો કિલ્લો કહેવામાં આવે છે. આ કિલ્લામાં સેંકડો સુરંગ તેમજ તહખાના છે. આ સુરંગ વિશે કહેવામાં આવે છે કે તે ક્યાં ખુલે છે તેમના વિશે આજ સુધી કોઈને પણ ખબર નથી. તે એ કિલા છે જ્યાં મુગલ શાશકો એ શેરશાહ સૂરી તેમજ તેમના પરિવારની હત્યા કરી કત્લેઆમ મચાવ્યો હતો.
 • શું છે આ કિલ્લાની ખાસ વાત
 • બિહારની કેમુર પહાડીઓ પર સ્થિત આ કિલ્લાને એ રીતે બનાવવામાં આવ્યો છે જેનાથી બહારથી તેને કોઈ જોઈ ન શકે. ચારે તરફ ઉંચી દિવાલ થી ઘેરાયેલો આ ઐતિહાસિક કિલ્લો ત્રણ તરફથી જંગલોથી ઘેરાયેલો છે. જ્યારે તેમની એક બાજુએ દુર્ગાવતી નદી વહે છે. આ કિલ્લાની ચારે બાજુએ સુરંગો નો જાળ પથરાયેલો છે. આ કિલ્લાની અંદર જવા માટે પણ એક સુરંગ માંથી પસાર થઈને જવું પડે છે. જો સુરંગ ને બંધ કરી દેવામાં આવે તો કિલો દેખાય પણ દેતો નથી.
 • શેરશાહ સૂરીએ શા માટે બનાવ્યો હતો આવો કિલ્લો

 • શેરશાહ સૂરી એ આવો કિલ્લો પોતાના દુશ્મન થી બચવા અને સુરક્ષિત રહેવા માટે બનાવ્યો હતો. તે પોતાના પરિવાર અને સૈનિકોની સાથે આ કિલ્લામાં રહેતા હતા. આ કિલ્લાની અંદર બધી જ બાજુએ સુવિધા હતી. શેરશાહ સૂરી આ કિલ્લાને એ રીતે બનાવ્યો હતો કે કિલ્લો થી કોઈ પણ દિશામાં 10 કિલોમીટર દૂર આવતા દુશ્મનો ને જોઈ શકાય છે.
 • આ કિલ્લાના અંદર રૂમ એટલા મોટા છે કે જેમાં લગભગ 10,000 સૈનિક રહી શકાય છે. અહીં રહેલ તહખાના માં ઘણા દિવસો માટે ખાવાનું અને પાણી ને સ્ટોર કરી શકાતું હતું. આ કિલ્લાની અંદર એક મોટો કુવો પણ છે જેમાં સેંકડો વર્ષોથી આજ સુધી પાણી એકત્ર છે.
 • શું છે આ કિલ્લાની સુરંગ નુ રાજ

 • લગભગ ચારસો વર્ષ પહેલા બનેલા આ રહસ્યમય કિલ્લામાં બનેલી સુરંગ મુસીબતના સમયે કિલ્લાની બહાર જવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે અહીં પણ બનેલા તહખાના દુશ્મનો સજા આપવા માટે બનાવ્યા હતા. 
 • આ કિલ્લામાં જેટલી સુરંગ છે તેટલી બીજા કોઈપણ અન્ય કિલ્લામાં નથી. એજ કારણ હતું કે શેરશાહ સૂરી ને આ કિલો ખૂબ જ પસંદ હતો. આ સુરંગ નુ રાજ ફક્ત શેરશાહ સૂરી તેમજ તેમના થોડાક ભરોસા વાળા સૈનિકોને જ ખબર હતી. તેમાંથી એક સુરંગ વિશે કહેવામાં આવે છે કે તે રોહતાસ કિલ્લા સુધી જાય છે અને જ્યારે બાકી સુરંગો વિશે આજ સુધી કોઈને પણ કંઈ ખબર નથી.
 • વર્ષ 1540 થી 1545 ની વચ્ચે બનેલો છે આ કિલ્લો વર્ષ 1576માં મુગલોના કબજામાં આવ્યો
 • ઐતિહાસિક કિલ્લા વિશે ઊંડી જાણકારી કોઈ ઐતિહાસિકકારો પાસે પણ નથી. થોડા ઐતિહાસિકકારો ના પ્રમાણે આ કિલ્લા ઉપર પહેલા રાજા શાહબાદ નુ શાસન હતું પરંતુ રોહતાસ કિલ્લા ઉપર કબ્જો કર્યા પછી શેરશાહ ની આ કિલ્લા ઉપર નજર પડી અને તેને પણ પોતાના અધીન કરી લીધો અને થોડાક ઇતિહાસકારોનું માનવું છે કે શેરશાહ સૂરી ને આ કિલ્લો તેમના પ્રિય મિત્ર ખરવાર રાજા ગજપતી ને ભેટમાં આપ્યો હતો.