બાજરાના રોટલા પસંદ છે તો તેના ફાયદા પણ જાણી લો અને શિયાળા માં ખાવાનું ચાલુ કરી દો


 • હાલના સમયમાં શહેરી વિસ્તારમાં બાજરાના રોટલા ખાવાનું પ્રમાણ ખુબ ઓછું છે પરંતુ ભારત ના ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ખુબ બાજરાના રોટલા ખવાઈ રહ્યા છે, અને તે ઘણા પ્રકાર ના રોગો ને શરીર થી દૂર રાખે છે.
 • તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત, સામગ્રી અને તેના ફાયદા 
 • સામગ્રી(નોંધ - એક રોટલા ની સામગ્રી) ::-
 • બે કપ બાજરાના લોટ
 • એક ચોથઈ કપ ઘઉંનો લોટ
 • મીઠુ (સ્વાદપ્રમાણે)
 • પાણી
 • રીત-
 • સૌપ્રથમ એક વાસણમાં બાજરો, ઘઉંના લોટ, મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી નરમ લોટ બાંધી લો ત્યારબાદ મધ્યમ તાપ પાર લોઢી ને ગરમ કરવા મુકો
 • ત્યારબાદ લોઢી ગરમ થઇ જાય એટલે લોટ ને થોડો હાથ માં લઇ ને રોટલી ની જેમ ગોળ આકાર આપી લોઢી ઉપર ગરમ કરવા માટે મૂકો.
 • ત્યારબાદ લોઢી ગર્મ થતા જ રોટલા નાખી તેને પલટતા જાઓ અને બન્ને સાઈડથી શેકી લો. પરંતુ બાલી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું
 • તો તૈયાર છે બાજરાના ગરમ-ગરમ રોટલા
 • બાજરાના રોટલા ખાવાના ફાયદા
 • (1) બાજરીનો રોટલો ભારે ખોરાક હોવાથી ખાધા પછી મોડા સુધી ભૂખ લાગતી નથી જેથી વજન કંટ્રોલમાં રહે છે.
 • (2) ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરતો હોવાથી શરીર ને ભરપૂર એનર્જી પ્રાપ્ત થાય છે.\
 • (3) બાજરામાં ફાઈબર્સ નામના તત્વનું પ્રમાણ વધુ હોવાથી પાચન શક્તિને ઠીક રાખે છે.
 • (4) બાજરાના રોટલાનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓથી છુટકારો મળે છે.
 • (5) બાજરાની રોટલી કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ રાખવામાં મદદગાર સાબિત થાય છે અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.