શું કોઈ પાન વેચીને કરોડપતિ બની શકે છે? જી હા, તમે પણ જાણો કરોડપતિ નહિ પરંતુ અરબપત્તી પાન વાળા ની કહાની • જી હા બિલકુલ આ સત્ય છે પાન વેચીને કરોડપતિ તો શું અબજોપતિ પણ બની શકાય છે.
 • આજે અમે તમને એક એવા પાનવાળા વિશે કહેવા જઈએ છીએ જેમનું વાર્ષિક ટર્નઓવર એક અરબ રૂપિયા એટલે કે ૧૦૦ કરોડ રૂપિયા છે.

 • જો તમે દિલ્હી જશો ત્યારે દિલ્હીના ગ્રેટર કૈલાશ માં યશ ટેકવાની ની દુકાન પ્રિન્સ પાન કોર્નર જરૂરથી જાઓ
 • આ ટેકવાની નો પુરો પરિવાર પાનના બિઝનેસમાં છે અને તે ફક્ત પાન વેચીને સો કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરે છે.

 • યશ ટેકવાની ને આ પાનની દુકાન વિરાસત મળી હતી ત્યાર પછી તેમણે આ પાનની દુકાન ની તસવીર બદલી નાખી.
 • તેમના દુકાનના બનેલા પાન ખાવા માટે અમિતાભ બચ્ચનથી લઇને બોલિવૂડના ત્રણે ખાન પણ શામેલ છે. તેમના સિવાય અનિલ અંબાણી અને મુકેશ અંબાણી જેવા ઘણા મોટા કારોબારીઓ એ પણ તેમના પાન ના દિવાના છે અને તે બધા જ લોકોની ફોટો તેમની દુકાનમાં લાગેલી પણ છે.

 • યસ ટેકવાની ના દાદાજી પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓના બનીને આવ્યા હતા તેમણે રેલવે સ્ટેશન ઉપર કુલી નું કામ કર્યું, પકોડા વેચ્યા પછી તેમણે ત્યાર બાદ ફૂટપાથ ઉપર પાન વેચીને પોતાનું પેટ ભર્યું.

 • ત્યારબાદ 1965માં યશ ટેકવાની ના પિતા ભગવાનદાસ એ ગ્રેટર કૈલાસ મા પાન ની દુકાન શરૂ કરી તેમણે પાનની ક્વોલિટી અને પાનમાં પ્રયોગ કરવામાં આવેલા. બીજા અહીંયા સામાન ની કોલેટી ઉપર વિશેષ ધ્યાન રાખ્યું અને ધીમે ધીમે તેમની પાનની દુકાન ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવવા લાગી.

 • આજે યશ ટેકવાની ની સાત પાન ની દુકાન છે જેમાંથી બે થાઈલેન્ડમાં અને એક લન્ડન માં છે અને જલ્દીથી યસ ટેકવાની અમેરિકામાં પણ પાનની દુકાન શરૂ કરવા જઈ રહ્યા છે.
 • યશ ટેકવાની નો સંપૂર્ણ પરિવાર પાન વેચવાનો બિઝનેસ કરે છે.

 • યશ ટેકવાની એ કે સાબિત કરી દીધું કે પાન વેચવું તે કોઈ નાનો વેપાર નથી.જો તમે તમારી દુકાન ગુણવત્તા અને પાનની ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો ગ્રાહક શોધતા ત્યાં આવી જશે.

 • આજે યશ ટેકવાની ના દુકાનમાં અંબાણી બંધુ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, કપૂર પરિવારના બધા જ લોકો ની તસ્વીર રાખેલી છે. જેમાંથી યશ ટેકવાની મોટી મોટી હસ્તી વો ને પાન સર્વ કરતા જોવા મળે છે.

 • હિરોઈનમાં શ્રીદેવી, કેટરિના કૈફ, રવીના ટંડન અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર પણ તેમના પાન ની દિવાની છે અને તેમણે પોતાના દુકાનમાં તેમને પણ પાન સર્વ કરતા ફોટો પણ રાખ્યા છે. એટલું જ નહીં દિલ્હી ના મોટા મોટા નેતા મોટા મોટા મંત્રી તેમના ઘરેથી રોજે પાન નો ઓર્ડર આપે છે અને યશ ટેકવાની ના પાન મંત્રીઓ અને સાંસદોના ઘર ઉપર ડિલિવરી કરવામાં આવે છે. 

 • આજે યશ ટેકવાની ના દુકાનમાં બે ડઝનથી વધુ અલગ-અલગ પ્રકારનાં મળે છે જેમની કિંમત 30 રૂપિયાથી શરૂ થઈને 1001 રૂપિયા સુધી છે સાથે જ યશ ટેકવાની એ મહિલા ઓ માટે એક સ્પેશિયલ ચોકલેટ પાન અને કેટરિના પાન પણ બનાવ્યું છે. જે મહિલાઓમાં ઘણું જ પ્રસિદ્ધ છે. 
 • મહિલાઓના પાનમાં તે કાથો અને ચુનો નથી લગાડતા પરંતુ મિંટ નો વધુ પ્રયોગ કરે છે. કેટરીના પાન નું નામ તેમના અભિનેત્રી કેટરિના કૈફ ઉપર રાખેલું છે કેમકે અભિનેત્રી કેટરિના કૈફ અને તે પાન ખૂબ જ પસંદ છે તેમના સિવાય યશ ટેકવાની એક ખૂબ જ મોંઘો પાન પણ વેચે છે જેમનું નામ છે હનીમુન પાન.

 • એક નાનકડી દુકાન વેચીને અરબપતિ બનવાની યશ ટેકવાની ની કહાની આપણને પ્રેરણા આપે છે કે આ દુનિયામાં કોઈ પણ કામ નાનું નથી હોતું ફક્ત જરૂરિયાત છે કે આપણે કામ ને કયા પ્રકારનો અંજામ આપીએ છીએ.