રોજ ચા પીઓ છો તો ધ્યાન રાખો 10 વાતો....


 • જો તમે પણ વધારે પ્રમાણમાં ચા પીવો છો તો તમને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. ન્યૂટ્રિશન એક્સપર્ટનું કહેવું છે કે ચામાં કેફીન સિવાય ફ્લેવનોઇડ્સ, ટેનિન, ફાયટોકેમિકલ્સ અને અન્ય અનેક એવી ચીજો હોય છે જે વધારે પ્રમાણમાં લેવાથી નુકશાન કરી શકે છે. તે સિવાય તેમાં ખાંડ અને દૂધ મિક્સ કરવામાં આવે તો તે વધારે નુકશાન કરે છે. આજે અમે આપને અહીં જણાવી રહ્યા છીએ ચા પીવાથી થતી 10 સાઇડ ઇફેક્ટ્સને વિશે. (અધર સોર્સ- રુટગર્સ યૂનિવર્સિટી યૂએસએ અને યૂનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મેડિકલ સેન્ટરના રિસર્ચ)
 • રોજ ચા પીઓ છો તો ધ્યાન રાખો 10 વાતો
 • એન્ઝાઇટી: ચામાં મોટા પ્રમાણમાં કેફીન હોય છે. તેના કારણે હાર્ટ બીટ્સ ફાસ્ટ થાય છે, પરસેવો થાય છે, એન્ઝાઇટી, રેસ્ટલેસનેસ જેવી સમસ્યા થઇ શકે છે.
 • પેટની ગરબડ: ચામાં ટેનિન અને ટાયલિન હોય છે. જે ડાઇજેશન બગાડે છે. આ સિવાય તેમાં દૂધ મિક્સ કરવાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.
 • હાડકાંની નબળાઇ : ચાની જૂની પત્તીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી હાડકામાં નબળાઇ આવી શકે છે.
 • ઊંઘ ન આવવી: ચામાંનું ફાયટોકેમિકલ્સ બોડીની બાયોલોજિકલ ક્લોકને બગાડે છે. તેનાથી ઊંઘ ન આવવા જેવી સમસ્યા થઇ શકે છે.
 • એડિક્શન: ચામાંનું કેફિન એડીક્શન કરે છે. અને ચા ન મળે તો માથું દુઃવું, કામમાં મન ન લાગવું જેવા સિમ્પ્ટમ્સ જોવા મળે છે.
 • કેન્સર : વધારે ગરમ ચા પીવાથી મોઢાથી લઇને પેટને જોડતી નળીઓ ડેમેજ થાય છે અને તેનાથી કેન્સર થાય છે.
 • કિડનીની ખરાબી: 5 કપથી વધારે ચાથી યૂરિન 400-500%વધે છે. તેનાથી કિડની પર વધારે પ્રેશર પડે છે. ચામાંનું ઓક્સલેટ્સ કિડની સ્ટોન પણ બનાવે છે.
 • હેલ્ધી મિનરલ્સની ખામી: વધારે ચા પીવાથી વધારે યૂરિન આવે છે અને તેની સાથે બોડીના સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ બહાર નીકળી જાય છે.
 • ડિહાઇડ્રેશન : ચામાંના કેફીનને કારણે યૂરિન વધારે આવે છે. તેનાથી બોડીથી પાણી બહાર નીકળી જાય છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.
 • ટોક્સિન્સ: ચાની જૂની પત્તીમાં એલ્યુમિનિયમ જેવા ટોક્સિન્સ હોય છે. તેના કારણે સ્કિન ડિસિઝ થઇ શકે છે.
 • આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તા, સ્વસ્થ, બૉલીવુડ, જાણવા જેવુ, ધાર્મિક વાતો, રેસીપી અને અન્ય રસપ્રદ માહિતી માટે ગુજરાતીઓ નું લોકલાડીલું પેજ E NEWS ONLINE લાઇક કરી ને અમારી સાથે જોડાઓ.
 • તમારી એક લાઇક અમારા માટે મોટું પ્રોત્સાહન છે....