ચાલુ બસે STનાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, ગજબની સમયસુચકતા વાપરી બચાવી 40 જિંદગી, પણ છેલ્લે….  • સુરેન્દ્રનગરથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. અહીં ચાલુ બસે એસટી બસનાં એક ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે બસમાં મુસાફરો પણ સવાર હતા. પણ બસમાં બેસેલાં મુસાફરોનાં જીવ બચાવવા ડ્રાઈવરે સમયસૂચકતાં વાપરીને એસટી બસને એકબાજુ પાર્ક કરી દીધી હતી. પણ તે બાદ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો.
  • ઘટનાની વિગતમાં વાત કરીએ તો, રમેશભાઈ નાયક એસટી બસનાં ડ્રાઈવર છે અને તેઓ ખોડુ-કલોલ રૂટની એસટી બસ ચલાવી રહ્યા હતા. પણ જ્યારે બસ દસાડા-પાટડી રોડ પર સાવડા ગામ પાસે પહોંચી ત્યાં જ રમેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. 
  • હાર્ટ એટેક આવ્યો હોવા છતાં રમેશભાઈએ ગજબની સમયસૂચકતા વાપરી હતી. તેઓએ તાત્કાલિક બસને રસ્તાની એકબાજુ ઉભી રાખી દીધી હતી.
  • આ સમયે એસટી બસમાં 40 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. રમેશભાઈની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અને આ 40 જિંદગીઓને બચાવી લીધી હતી. 
  • બસને એકબાજુ પાર્ક કર્યા બાદ રમેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. પણ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રમેશભાઈએ રસ્તામાં દમ તોડી દીધો હતો.