ક્યારે લન્ડન ના રસ્તા ઉપર ભૂખ્યા રહી રહ્યા હતા આ બે મિત્રો, પછી વડાપાઉં એ બદલીને રાખી દીધી તેમની કિસ્મત  • આજે અમે તમને બે ભારતીય મિત્રો ની કહાની કહેવા જઇ રહ્યા છીએ જે લંડનમાં સફળતાના ઝંડા લગાવીને બેસેલા મિત્રોની કહાની શરૂ થાય છે મુંબઈમાં રહેવા વાળા સુજય સોહની થી. 

  • તે લન્ડન ના એક ફાઈવ સ્ટાર હોટલમાં ફૂડ એન્ડ બેવરેજ મેનેજર ના રૂપમાં કામ કરતા હતા. પરંતુ એક દિવસ તેમને નોકરી થી કાઢી નાખવામાં આવ્યા. તે 2010 ની વાત છે. નોકરી ગયા પછી તેમની આર્થિક સ્થિતિ ખરાબ થતી જઈ રહી હતી મજબૂરી માર થી મદદ માટે સુજય એ પોતાની કોલેજના મિત્ર સુબોધ જોશી રાજા પાસે ગયો પરંતુ સુબોધ ખુદ તે દિવસોમાં ભયંકર આર્થિક તંગીના શિકાર હતા.
  • સુબોધ ગરીબીના એ રીતે શિકાર હતા કે તેમની પાસે એક વડાપાવ ખરીદવાના પૈસા પણ ન હતા પરંતુ તે સમયે આ બંને મિત્રોએ કોઈને પણ એ ખબર ન પડવા દીધી કે એક દિવસ વડાપાવ લન્ડન માં તેમની કિસ્મત ચમકાવી દેશે. થોડાક દિવસ પછી બંને મિત્રોએ લંડન માં  વડાપાવ વેચવાનું કામ શરૂ કર્યું તેમનું તે કામ નીકળી પડયું અને આજે લન્ડન માં તેમની 3 બ્રાંચ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર 4.5 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ બંને મિત્રો એ કઈ રીતે કર્યું આ કામ તો ચાલો જાણીએ.
  • સફળતાની કહાની

  • 15 ઓગસ્ટ 2010 માં તેમણે લંડન માં વડાપાવ નો પહેલો સ્ટોર શરૂ કર્યો હતો તે સમયે તેમણે એક વડાપાવ ની કિંમત રાખી હતી એક પાઉન્ડ. જે તે દિવસોમાં 80 ભારતીય રૂપિયો બરાબર હતી. વડાપાવ ની સાથે જ તેમણે મુંબઈ ના એક લોકપ્રિય સ્ટ્રીટ ફુડ દાબેલી પણ વેચવાનું શરૂ કર્યું હતું. દાબેલી ની કિંમત તેમણે રાખી હતી 1.50 પાઉન્ડ જે તે સમયે 131 રૂપિયા બરાબર હતી. તેમણે એક પોલિશ કાફે 35000 ભારતીય રૂપિયામાં ભાડે લીધી હતી. તેમના કામ ચાલી નીકળ્યું અને લોકોને તેમની બંને આઈટમ ખૂબ જ પસંદ આવી.

  • પોતાના વડાપાઉં દાબેલી નો સ્વાદ લન્ડ ના લોકો ના જીભ ઉપર ચડાવવા માટે તેમણે લન્ડન ની હાઉનસ્ટોન સ્ટ્રીટ પર લોકોને ફ્રી સેમ્પલ્સ દેવાનું શરૂ કર્યું. તેમણે મગજ લગાવ્યું અને થોડાક દિવસ પછી પોતાના વડાપાઉં દાબેલિ ને અડધી કિંમતમાં વેચવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાની પ્રોડક્ટ ની કિંમત બર્ગર થી પણ ઓછી કરી દીધી. તેમની આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. છ મહિનાની અંદર તેમના વડાપાઉ સ્ટોલ ની બહાર લોકોની ભીડ લાગવાનું શરૃ થઈ ગયું.
  • બિઝનેસ વધ્યો હતો. તેમને વધુ જગ્યાની જરૂર પડી કે દરમિયાન લન્ડન નું બિગ વાઈટ નામથી એક મશહૂર પંજાબી રેસ્ટોરન્ટના માલિક એ તેમને સંપર્ક કર્યો અને મળીને કામ કરવાની ઓફર આપી. ત્યાંથી તેમનું નામ પડ્યું શ્રીકૃષ્ણા વડાપાવ રેસ્ટોરન્ટ.
  • કેટલું સફળ થયું શ્રીકૃષ્ણ વડા પાંવ?

  • આજે તેમની રેસ્ટોરન્ટ માં 50 થી વધુ કર્મચારી કામ કરે છે. લન્ડન માં આજે તેમની 3 બ્રાંચ થઈ ચૂકી છે વર્ષ ની આવક ની વાત કરવામાં આવે તો શ્રી કૃષ્ણા વડાપાવ નું વાર્ષિક ટર્નઓવર આજે 4.50 કરોડ રૂપિયા થી પણ વધુ પહોંચી ચૂક્યું છે. સુજય અને સુબોધ બંને હસતા આજે કહે છે કે તેમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે વડા પાઉં નો આ બિઝનેસ આટલો સફળ થશે. તેમણે એ વિચારીને કામ શરૂ કર્યું હતું કે બીજી નોકરી મળવા સુધી લંડન માં  ખર્ચો ચાલી જશે.