જો આમાથી એક પણ છોડ લગાવી દેશો ઘરમાં, તો સફળતા આવશે દોડીને • દરેક ઘરે કોઈને કોઈ ફુલ છોડ લગાવવામાં આવે છે ઘરના આંગણાની શોભાની સાથે પ્રકૃત્તિ પણ સોળે કળાએ આપણી સાથે ખીલી ઉઠે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ખાસ છોડ અંગે વર્ણન કરવામાં આવેલ છે જે ને ઘરમાં લગાવવાથી સફળતા, સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
Loading...
 • આમળાનો છોડ
 • જે રીતે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ શુદ્ધ માનવામાં આવે છે એ જ રીતે આમળાનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય હંમેશા સારુ રહે છે. ઘરમાં ખુશીઓનો વાસ થાય છે.
 • ગલગોટાનો છોડ
 • ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી તમારો ગુરૂ મજબૂત થાય છે જે તમારા વૈવાહિક જીવનને વધુ ખુશહાલ બનાવવામાં મદદ કરે છે.
 • હળદરનો છોડ
 • આ છોડ તમારા ઘરને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે. જે ઘરના આંગણમાં હળદરનો છોડ લાગેલો હોય છે એ ઘરના લોકો માનસિક અને શારીરિક રૂપે ખૂબ મજબૂત હોય છે.
 • મધુમાલતી
 • મધુમાલતીના ફુલ લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ પણ તમારા ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. સાથે જ તેની સુગંધ ઘરને હંમેશા મહેકાવી રાખે છે.
 • દાડમનુ ઝાડ
 • જે ઘરમાં દાડમનુ ઝાડ હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે. દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સમાજમાં માન સન્માન વધે છે.
 • નાળિયેરનુ ઝાડ
 • ઊંચાઈ માટે જાણીતુ નાળિયેરનુ ઝાડ તમારા માન-સન્માનમાં પણ ખૂબ વધારો કરે છે. જે ઘરમાં નાળિયેરનુ ઝાડ હોય છે એ ઘરના લોકો જે કામની પણ શરૂઆત કરે છે તેમા તેમને સફળતા મળે છે.
 • આસોપાલવનુ ઝાડ
 • આસોપાલવનુ ઝાડ બાળકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ માન્યતા છે કે જે ઘરમાં આસોપાલવનુ વૃક્ષ હોય છે ત્યાના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય છે.