રાશિ મુજબ ના નામની અસર પડે છે જીવન પર, જાણો કઈ રીતે ??


 • નામનું દરેક વ્યક્તિના જીવનમાં વિશેષ મહત્ત્વ છે. નામ પહેલા અક્ષરમાં ભવિષ્યની ઘણી વાતો છુપાયેલી હોય છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં બાળકના નામકરણ સંસ્કારની પરંપરા ચાલી આવી રહી છે. બ્રાહ્મણો બાળકોના ગ્રહ-નક્ષત્રો મુજબ નામના પહેલાં અક્ષરની સલાહ આપે છે. આવો જાણીએ કે, રાશિ મુજબ નામનો પહેલો અક્ષર કયો હોવો જોઈએ અને તે અક્ષરથી બચવું જોઈએ.
 • મેષ
 • મેષ રાશિના જાતકો માટે 3 અક્ષર ‘મ’, ‘ભ’ અને ‘ન’ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે મેષ રાશિના જાતકોએ વિવાહ સંબંધી બાબતોમાં ‘પ’ અને ‘ખ’ અક્ષરથી બચવું જોઈએ. જલદી સફળતા અને ધન માટે ‘મ’થી શરૂ થતા નામ શુભ હશે.
 • વૃષભ
 • વૃષભ રાશિના જાતકો માટે 3 અક્ષર ‘પ’, ‘ગ’ અને ‘ય’. આ રાશિના લોકોને ‘અ’, ‘વ’ અને ‘ર’ શુભ પરિણામ આપતાં નથી. વૈવાહિક જીવન અને કરિયરમાં સફળતા માટે ‘ગ’ સૌથી ઉત્તમ હોય છે.
 • મિથુન
 • મિથુન રાશિના જાતકો માટે મુખ્ય બે અક્ષર ‘ર’ અને ‘શ’ શુભ છે. મિથુન રાશિના જાતકો માટે ‘ક’ અને ‘ચ’ શુભ પરિણામ આપતાં નથી. જીવનમાં સફળતા માટે ‘શ’ અક્ષરનો પ્રયોગ કરવો.
 • કર્ક
 • આ રાશિના જાતકો માટે ‘ન’, ‘શ’, ‘મ’ અને ‘દ’ અક્ષર મહત્ત્વપૂર્ણ હોય છે. તેમણે ‘અ’ અને ‘પ’ લાભ આપી શકતો નથી. જીવનમાં સફળતા માટે ‘શ’ અથવા ‘દ’ અક્ષરનો ઉપયોગ કરવો જોઈએ.
 • સિંહ
 • આ રાશિના જાતકો માટે ‘ભ’, ‘ય’, ‘લ’ અને ‘અ’ અક્ષર શુભ હોય છે. તેમના માટે ‘હ’ અને ‘ર’ અક્ષર શુભ હોતા નથી. સારા સ્વાસ્થ્ય અને સ્થાઈ જીવન માટે આ ‘અ’ અક્ષરનો પ્રયોગ કરવો જોઈએ.
 • કન્યા
 • કન્યા રાશિના જાતકો માટે ‘ગ’, ‘ઓ’ અને ‘ર’ અક્ષર શુભ છે. કન્યા રાશિના જાતકો માટે ‘સ’ અને ‘ત’ અક્ષર શુભ નથી. તેમને ધન લાભ અને ખુશીઓ માટે હંમેશા ‘ર’ અક્ષરનો પ્રયોગ કરવો જોઈએ.
 • તુલા
 • તુલા રાશિના જાતકો માટે ‘શ’, ‘સ’, ‘ર’ અને ‘ઘ’ અક્ષર શુભ માનવામાં આવે છે. તેમના માટે ‘ચ’, ‘મ’ અને ‘ન’ અક્ષર શુભ હોતો નથી. મન અને સંબંધોને મજબૂત રાખવા અને સફળતા માટે ‘સ’ અક્ષરનો પ્રયોગ કરવામાં આવે છે.
 • વૃશ્ચિક
 • વૃશ્ચિક રાશિના જાતકો માટે ‘અ’, ‘ન’ અને ‘દ’ અક્ષર શુભ હોય છે. આ રાશિના લોકો માટે ‘પ’, ‘ર’ અને ‘ક’ અક્ષર મુશ્કેલીનું કારણ બની શકે છે. જીવનમાં સતત આવનારા ઉતાર-ચઢાવથી બચવા માટે ‘અ’ અક્ષરનો ઉપયોગ કરવો
 • ધન
 • ધન રાશિના જાતકો માટે, ‘શ’, ‘મ’ , ‘હ’ અને ‘અ’ અક્ષર શુભ હોય છે. આ રાશિના જાતકો માટે ‘વ’ અને ‘ક’ અક્ષર લાભકારી હોતા નથી. તેમના જીવનમાં શાંતિ અને ઉન્નતિ માટે ‘અ’ અક્ષરનો પ્રયોક કરવો જોઈએ.
 • મકર
 • મકર રાશિના જાતકો માટે ‘વ’, ‘લ’, ‘જ’ અને ‘ખ’ અક્ષર શુભ હોય છે. તેમને ‘દ’, ‘હ’ અને ‘મ’ અક્ષરોથી નુકસાન થઈ શકે છે. જીવનમાં સફળતા માટે ‘વ’ અક્ષરનો પ્રયોગ કરવો
 • કુંભ
 • કુંભ રાશિના જાતકો માટે ‘ક’, ‘શ’, ‘અ’ અને ‘ર’ અક્ષર શુભ હોય છે. એટલે હંમેશા ‘હ’, ‘પ’ અને ‘ડ’ અક્ષરથી દૂર રહેવું જોઈએ. એટલા માટે ‘અ’ અક્ષર ઉત્તમ છે. આ રાશિના લોકોને જીવનમાં સફળ બનાવે છે.
 • મીન
 • મીન રાશિના જાતકો માટે ‘હ’, ‘ન’ અને ‘ય’ અક્ષર શુભ હોય છે. એટલે ‘ટ’, ‘મ’ અને ‘ર’ અક્ષર લાભદાયક નથી. જીવનમાં દરેક રીતની ઉન્નતી માટે ‘ન’ અક્ષરનો પ્રયોગ કરવો
 • આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તા, સ્વસ્થ, બૉલીવુડ, જાણવા જેવુ, ધાર્મિક વાતો, રેસીપી અને અન્ય રસપ્રદ માહિતી માટે ગુજરાતીઓ નું લોકલાડીલું પેજ E NEWS ONLINE લાઇક કરી ને અમારી સાથે જોડાઓ.
 • તમારી એક લાઇક અમારા માટે મોટું પ્રોત્સાહન છે....