શું તમે જાણો છો જમીન ઉપર બેસીને ભોજન કરવાના ફાયદાઓ વિશે? નહીં, તો આજે જાણી લો


  • આજકાલ ની બદલતી લાઈફ સ્ટાઈલમાં લોકો ટેબલ ઉપર બેસીને ભોજન ગ્રહણ કરે છે અને ફ્રીજનું પાણી પી લેતા હોય છે અને તે પ્રાકૃતિક વસ્તુઓ ને ભૂલી ચૂક્યા છે, પરંતુ આજે અમે આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાના ફાયદાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ.

  • જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાથી કમરના દુખાવાની સમસ્યા બિલકુલ પણ થતી નથી અને સાથે જ ઘૂંટણ અને શરીર ની એક્સરસાઇઝ પણ થઈ જાય છે.
  • જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવાથી લોહીનો સંચાર તમારા ર્હદય સુધી ખૂબ જ સરળતાથી થાય છે. હૃદયના મરીજ ને જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરવું જોઇએ.

  • જ્યારે પણ તમે નીચે બેસીને ભોજન ગ્રહણ કરો છો ત્યારે તમે જે પોઝિશનમાં બેસો છો તે સુખાસન ની હોય છે અથવા તો પદ્માસનની હોય છે. બંને આસન પાચન ક્રિયા ને ખૂબ જ સારા બનાવે છે.

  • જો તમે પણ જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ કરો છો તો તમે એક સાથે વધુ ખાઈ શકતા નથી એટલે તમે ઓવર ઈટિંગ પણ થી બચી શકો છો.