આ ઘરેલૂ નુસખા અપનાવશો તો દૂર થશે નબળાઇ, 1 મહિનામાં જ દેખાશે તેની અસર


 • તમે દિવસભર જે કંઇ ખાઓ છો તેની અસર તમારી એક્ટિવિટિઝ પર થતી જોવા મળે છે. યૂરોપિયન જર્નલ ઓફ અપ્લાઇડ ફિઝિયોલોજીના એક સ્ટડી અનુસાર કાર્બ્સ, પ્રોટીન, વિટામિન C,આયર્ન, ફેટ્સ અને કેલ્શિયમ જેવા ન્યૂટ્રિએન્ટ્સના ફૂડ્સ તમારા રોજના ડાયટમાં સામેલ કરવાથી બોડીને પર્યાપ્ત એનર્જી મળશે. તેનાથી બોડીનો સ્ટેમિના વધશે અને નબળાઇ દૂર થશે. ફૂડ અને ન્યૂટ્રિશન એક્સપર્ટ જણાવે છે આવી જ 12 રીતો વિશે. જેને 1 મહિના સુધી લેવાથી શરીર પર અસર જોવા મળે છે.
 • દૂધ- કેળું: સવાર -સાંજ 2 કે 3 કેળાની સાથે 1 ગ્લાસ દૂધ પીઓ.
 • ચણાની દાળ: રાતે 6-7 ચમચી ચણાની ગાળને 1 ગ્લાસ કાચા દૂધમાં પલાળીને રાખો. સવારે તેમાં 5-6 કિશમિશ અને મિસરી મિક્સ કરીને ખાઓ.
 • પાલકનો જ્યૂસ: રોજ 1 ગ્લાસ પાલકનો જ્યૂસ પીઓ, તેનાથી બોડીને ઘણી એનર્જી મળે છે.
 • મધ અને હળદર : 1-1 ચમચી મધ અને હળદર પાવડરને મિક્સ કરો. તેને રેગ્યુલર ખાવાથી નબળાઇ દૂર થાય છે.
 • દાડમના છોડા : દાડમના છોડાને સૂકવીને પીસી લો. રોજ સવાર- સાંજ 1 ચમચી ખાઓ.
 • ખારેક, કાજૂ અને બદામ : 4-5 ખારેક, 2-3 કાજૂ અને 2 બદામને 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરીને ઉકાળો. તેમાં 2 ચમચી મિસરી મિક્સ કરી રોજ સૂતા પહેલાં પીઓ.
 • આમળા : આમળાના પાવડરને મિસરીમાં મિક્સ કરો, રોજ રાતે સૂતા પહેલાં 1 ચમચી પાવડર ખાઓ.
 • તજ : 1 ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજ પાવડર મિક્સ કરો અને 1 ચમચી મધ મિક્સ કરીને પીઓ.
 • મેથીદાણા : 2 ચમચી મેથીદાણાને 1 ગ્લાસ પાણીમાં 5 કલાક પલાળો. પછી તેને ઉકાળીને ગાળી લો. તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને રેગ્યુલર પીઓ.
 • દ્રાક્ષનો જ્યૂસ: રેગ્યુલર જમ્યા બાદ 1 કપ દ્રાક્ષનો જ્યૂસ પીવાથી નબળાઇ દૂર થાય છે.
 • વરિયાળી અને મિસરી: વરિયાળી અને મિસરીને બરોબર પ્રમાણમાં લઇને પાવડર બનાવો. તેને રોજ લંચ બાદ 2 ચમચી ખાઓ.
 • મુનક્કા : 10-15 મુનક્કાને ગરમ પાણીથી ધોઇને રાતે પલાળી લો. સવારે તેનું પાણી પીઓ અને તેને પણ ખાઇ લો.
 • આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તા, સ્વસ્થ, બૉલીવુડ, જાણવા જેવુ, ધાર્મિક વાતો, રેસીપી અને અન્ય રસપ્રદ માહિતી માટે ગુજરાતીઓ નું લોકલાડીલું પેજ E NEWS ONLINE લાઇક કરી ને અમારી સાથે જોડાઓ.
 • તમારી એક લાઇક અમારા માટે મોટું પ્રોત્સાહન છે....