શુક્રવારે કરેલ આ ઉપાય , તમારું નસીબ રાતોરાત બદલી શકે છે, તમને ધનિક બનાવી શકે છે


  • આજના સમયમાં કોઈને પૈસાના મહત્વ વિશે જણાવવાની જરૂર નથી. આજે, પૈસા જ બધું છે, તેને જુઓ તે પૈસા પાછળ ભાગતા હોઈ તેવું લાગે છે. ઘણા લોકો પૈસા માટે કંઈપણ ખોટું કરવામાં અચકાતા નથી. એવું કહેવામાં આવે છે કે, ખોટા કામથી મળેલા પૈસા હંમેશા દુ: ખ આપે છે, જ્યારે સારા કામ દ્વારા મળેલા થોડા પૈસા પણ વ્યક્તિને ખુશ કરી શકે છે. દરેકને પૈસાની જરૂર હોય છે.
  • જે ધનિક છે તેને પણ પૈસાની જરૂર હોય છે, જેથી તે શ્રીમંત રહી શકે, અને જેઓ પોતાનું જીવન ગરીબીમાં જીવે છે, તેમને પણ પૈસાની ઘણી જરૂર હોય છે. પૈસા તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેનો એક માર્ગ છે. આજના સમયમાં પૈસાથી દરેક વસ્તુ મળી રહી છે, તેથી પૈસા લોકોની જરૂરિયાત બની ગયા છે. લોકો પૈસા કમાવવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે. કેટલાક લોકો તેમાં સફળ થાય છે, જ્યારે કેટલાક લોકોને નિરાશાનો સામનો કરવો પડે છે. એક લાખ પ્રયત્નો પછી પણ તેઓ ગરીબ જ રહે છે.


  • હિન્દુ ધર્મમાં પૈસા મેળવવા માટેની ઘણી રીતો છે. દેવી લક્ષ્મીને હિન્દુ ધર્મમાં સંપત્તિની દેવી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શુક્રવાર, માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારે લીધેલા કેટલાક પગલાંને કારણે શુક્ર ગ્રહ પણ તમારી સાથે થઇ જાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે અનુકૂળ બની રહે છે. આજે અમે તમને  આવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે, તમારી રાતોરાત ભાગ્ય બદલી શકે છે. આ ઉપાયથી તમારી સંપત્તિની સાથે, દરેક મનોકામના પણ પૂર્ણ થશે. આ ઉપાય શુક્રવારે રાત્રે 12 વાગ્યે કરવો પડશે.
  • આ રીતે કરો ઉપાય:
  •  શુક્રવારે રાત્રે 12 વાગ્યે સૌ પ્રથમ સારી રીતે હાથ-પગ ને ધોય ને સ્વસ્ત થઇ જાવ અને સફેદ કપડાં પહેરો.
  •  આ પછી, ઘરના શાંત અને સ્વચ્છ સ્થળે કમળ પર બેઠેલી દેવી લક્ષ્મીની તસવીર સ્થાપિત કરો.
  • હવે મૂર્તિની સામે ત્રણ એલચી મૂકો અને તમારા પ્રમુખ દેવતાનું ધ્યાન કરો. આ પછી, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા કરતા શુક્રદેવને તમારી બધી  ઇચ્છાઓ પૂર્ણ કરવા અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરો.
  • આ પછી, શુક્ર મંત્રનો 21 વાર જાપ કરો.
  • મંત્રનો જાપ કર્યા પછી, ત્રણ ઇલાયચીને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં રાખો અને જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે બધા ગ્રહોને પ્રાર્થના કરો.

  • આ પછી, મુઠ્ઠી ખોલો અને તેને ત્રણ વખત થુકો . હવે એક વાટકીમાં ઈલાયચી નાંખો અને તેને ઘરના મુખ્ય દરવાજા સુધી લઈ જાઓ.

  • હવે જે વાટકીમાં ઈલાયચી રાખવામાં આવી છે, તેમાં કપૂર ઉમેરીને બાળો. જ્યારે ઈલાયચી સંપૂર્ણ રીતે બળી જાય છે, તેને તુલસીંના ક્યારા માં નાખો.

  • જો તુલસીનો છોડ ન હોય તો તેને નદીમાં પધરાવી દો. થોડા જ દિવસોમાં તમને આ ઉપાયની અસર દેખાશે.