હનુમાનજી ની દક્ષિણામુખી સ્વરૂપ ની પૂજા કરો આ રીતે, થશે ગણતરી ના દિવસ માં બધી જ મનોકામના પુરી  • મનોકામનાઓ પ્રમાણે હનુમાનજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી પોઝિટિવ ફળ જલ્દી જ મળી શકે છે. નિયમિત રૂપથી હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે, નેગેટિવિટી દૂર થાય છે, દૈનિક જીવનમાં ઊર્જા બની રહે છે. જાણો હનુમાનજીના 6 સ્વરૂપો સાથે જોડાયેલી ખાસ વાતો.
  • સૂર્યદેવ હનુમાનજીના ગુરૂ છે. જે સ્વરૂપમાં હનુમાનજી સૂર્યની ઉપાસના કરી રહ્યા છે અથવા સૂર્ય તરફ જોઇ રહ્યા છે, તે સ્વરૂપને સૂર્યમુખી હનુમાન કહેવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાતી એકાગ્રતા વધે છે. જ્ઞાનમાં વધારો થાય છે.
  • હનુમાનજીના દક્ષિણામુખી સ્વરૂપની પૂજા કરવાથી મૃત્ય ભય અને ચિંતાઓથી મુક્તિ મળે છે. દક્ષિણ દિશા કાળ એટલે યમરાજની દિશા માનવામાં આવે છે. હનુમાનજી રૂદ્ર એટલે શિવજીના અવતાર છે, જે કાળના નિયંત્રક છે.
  • દેવી-દેવતાઓની દિશા ઉત્તર માનવામાં આવે છે. આ દિશામાં બધા જ દેવી-દેવતાઓનો વાસ છે. હનુમાનજીની જે પ્રતિમાનું મુખ ઉત્તર દિશા તરફ હોય છે, તે હનુમાનજીનું ઉત્તરામુખી સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા કરવાથી બધા જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ઘરમાં શુભ અને મંગળ વાતાવરણ રહે છે.

  • જે સ્વરૂપમાં હનુમાનજી શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળે છે, તે સ્વરૂપને ભક્ત હનુમાન કહેવામાં આવે છે. જે લોકો આ સ્વરૂપની પૂજા કરે છે, તેમની એકાગ્રતા વધે છે. વ્યક્તિનું મન ધર્મ-કર્મ સાથે જોડાયેલું રહે છે.
  • હનુમાનજીનું એક સ્વરૂપ સેવક હનુમાન છે. તેમાં તેઓ શ્રીરામની સેવા કરતાં જોવા મળે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી આપણાં મનમાં સેવા કરવાનો ભાવ જાગે છે. ઘર માટે સમર્પણની ભાવના આવે છે. માતા-પિતા અને વરિષ્ઠ લોકોની કૃપા મળે છે.
  • વીર હનુમાન સ્વરૂપ સાહસ, બળ, પરાક્રમ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ સ્વરૂપમાં હનુમાનજીએ રાક્ષસોનો સંહાર કર્યો હતો. વીર હનુમાનજીની પૂજાથી વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસ વધે છે.