આ અભિનેત્રીઓ જેને પ્રેમ માં દગો મળ્યા પછી છૂટાછેડા લીધેલા અભિનેતાઓ સાથેજ કરી લીધા લગ્ન  • ફિલ્મી સિતારાઓનું અંગત જીવન હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે, આ સ્ટાર્સના અફેર, બ્રેકઅપ અને લગ્નના સમાચાર અવારનવાર આવતા રહે છે. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ પ્રેમમાં છેતરાયા પછી છૂટાછેડા લીધેલા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા.
  • 1 કરીના કપૂર
  • એક સમય એવો હતો જ્યારે શાહિદ કપૂર અને કરીના કપૂરના પ્રેમની વાતો આખા બોલિવૂડમાં પ્રખ્યાત હતી. પરંતુ તેમના સંબંધ લગ્નજીવનમાં પરિવર્તન પામી શક્યા નહીં. કોઈ કારણોસર આ કપલે બ્રેકઅપ કર્યું હતું, ત્યારબાદ કરીના કપૂરે સૈફ આલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સૈફ અલી ખાનના છૂટાછેડા થયેલા હતા, તેના પહેલા લગ્ન અમૃતસિંહ સાથે થયા હતા.
  • 2 રવિના ટંડન

  • રવિના ટંડનના અફેરની ચર્ચાઓ બોલીવુડના તમામ કોરિડોરમાં પ્રખ્યાત હતા. આ બંનેની લવ સ્ટોરી એટલી ડીપ હતી કે, તેઓ એકબીજા સાથે સગાઈ કરી લેશે ત્યાં સુધી પોહચેલા હતા, પરંતુ તે પછી તેઓ પણ છુટા પડ્યા હતા, અને રવિના ટંડને 2002 માં છુટાછેડા લીધેલા અનિલ થડાણીની સાથે લગ્ન કરી લીધા.
  • 3 શિલ્પા શેટ્ટી

  • અક્ષય અને રવિનાના બ્રેકઅપ પછી, રવિનાની જગ્યાએ શિલ્પા શેટ્ટી આવી. હવે બોલિવૂડમાં આ બંનેની ચર્ચાઓ થવા લાગી અને જ્યારે લાગ્યું કે બંનેના લગ્ન થઈ જશે, આ દરમિયાન, ટ્વિંકિલ ખન્ના અક્ષયના જીવનમાં પ્રવેશ કર્યો, જેના કારણે તે બંનેના સંબંધ તૂટી ગયા. અક્ષય સાથેના બ્રેકઅપ બાદ શિલ્પા શેટ્ટીએ છૂટાછેડા લીધેલા ઉદ્યોગપતિ રાજકુંદ્રા સાથે લગ્ન કર્યા.