તો આ કારણે થાય છે સૂર્યગ્રહણ, જાણો તેની પાછળ નું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


 • ગ્રહણ થાય તે ખગોળશાસ્ત્રની સ્થિતિ છે જેમાં અવકાશની પરિભમણની પ્રક્રિયામાં માં કોઈ ગ્રહ અથવા ઉપગ્રહ,સૂર્ય અને પૃથ્વીની વચ્ચે પ્રવેશ કરે છે આથી થોડો સમય માટે પૃથ્વી પર પ્રકાશ આવતો બંધ થય જાય છે આ ક્રિયા ને ગ્રહણ કહેવામાં આવે છે.

 • પૃથ્વીમાં બે પ્રકારના ગ્રહણ થાય છે.
 • 1. ચંદ્રગ્રહણ 
 • 2. સૂર્યગ્રહણ 
 • 1. ચંદ્ર ગ્રહણ 
 • આ ગ્રહણમાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે. જેમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ચંદ્રગ્રહણ થવાની સંભાવના પુનમના દિવસે વધુ હોય છે. 
 • 2. સૂર્ય ગ્રહણ 
 • આ ગ્રહણમાં ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક જ લાઇનમાં આવે છે. કારણ કે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે, અને ચંદ્રની છાયા પૃથ્વી પર પડે છે॰ આ ગ્રહણ અમાસના દિવસે વધુ જોવા મળે છે. 
 • ગ્રહણનો પ્રકાર 

 • સૂર્ય ગ્રહન 
 • ગ્રહણના ત્રણ પ્રકાર છે॰, પૂર્ણ ગ્રહણ,આંશિક ગ્રહણ અને કર્કશાસ્ત્ર ગ્રહણ 
 • પૂર્ણ ગ્રહણ 
 • જ્યારે અવકાશમાંથી પૃથ્વી પર પ્રકાશ આવતો સંપૂર્ણપણે બંધ થય જાય ત્યારે પૂર્ણ ગ્રહણ થયુ એમ કહે છે. 
 • આંશિક ગ્રહણ 
 • આંશિક ગ્રહણ માં પૃથ્વી પર પ્રકાશ આવતો સંપૂર્ણ પણે બંધ થતો નથી. 
 • કર્કશાસ્ત્ર ગ્રહણ 
 • કર્કશાસ્ત્ર ગ્રહણમાં ચંદ્ર, પૃથ્વીથી ખૂબ દૂર આવેલું હોય છે અને તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે એવી રીતે ફરે છે કે સૂર્યનો મધ્ય ભાગ ચંદ્ર ઢાકીદે છે. અને સૂર્યની બહારના ભાગનો પ્રકાશ આપણેને દેખાઈ છે અને આપણને ચમત્કાર થયો હોય તેવું લાગે છે.અને આ બંગડીના આકારમાં બનાવેલા ગ્રહણને કર્કશાસ્ત્ર ગ્રહણ કહેવામાં આવે છે. 

 • હિન્દુ ધર્મમાં ગ્રહણને ધર્મ અને માન્યતા સાથે જોડે છે અને ઘણી કહેવતો પણ પ્રચલિત છે.તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓમાં ગ્રહણનો થાય છે કે- 
 • સૂર્ય ગ્રહન 
 • ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતાઓ 
 • ધાર્મિક માન્યતામાં ગ્રહણને દેવીઓ માટે અશુભ માનવામાં આવે છે. ગ્રહણ સમયે મંદિરના તમામ દરવાજા બંધ કરવામાં આવે છે. અને ગ્રહણના સમયને સુતક કહેવામાં આવે છે આ સમયે ખોરાક લેવાની ના પાડવામાં આવે છે આપણા ઋષિમુનિઓએ સૂર્યગ્રહણ થવાના સમયે ખાવા પર પ્રતિબંધ મૂક્યો હતો કેમ કે ગ્રહણના સમયમાં સૂક્ષ્મજંતુઓ ફેલાય છે. જેઓ દરેક વસ્તુને દૂષિત કરે છે. તેથી આ સમયે ખાવું અનિવાર્ય નથી.
 • ઋષિ-સાધુઓએ ગ્રહણના સમયે બધા જ ખોરાક અને પીણા ને એક વાસણ માં રાખવા કહ્યું હતું, જેથી બધા જંતુઓ વાસણ માં એકત્રિત થાય અને ગ્રહણ બાદ તેમને ફેંકી શકાય. ગ્રહણ પછી સ્નાન કરવું પડે છે તેવી માન્યતા છે કેમ કે ગ્રહણ સમયે શરીરની અંદર ગરમીનો પ્રવાહ વધે અને સૂક્ષ્મજંતુઓ નાશ થઈ જાય. 
 • ગ્રહણો વિશે ઘણી કહવતો છે જે ગ્રહણ કેમ થાય છે તે સમજાવે છે.
 • કહવતો મુજબ, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત પાન માટે દેવો અને રાહુ સાથે વિવાદ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને હટાવવા માટે મોહિની એકાદશીના દિવસે મોહિનીનું સ્વરૂપ લીધું હતું. જ્યારે ભગવાન વિષ્ણુએ દેવો અને રાહુઓને અલગથી બેસાડીયા હતા.પરંતુ રાહુ કપટથી દેવતાઓની લાઇનમાં બેસીને અમૃત પી ગયા હતા. 
 • દેવતાની લાઈનમાં બેઠેલા ચંદ્ર અને સૂર્ય રાહુ ને આમ કરતા જોય ગયા. તેમણે ભગવાન વિષ્ણુને આ માહિતી આપી ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાહુને તેના સુદર્શન ચક્ર દ્વારા ધડથી અલગ કરી દીધા હતા પરંતુ રાહુઓ અમૃત પી ગયા હતા જેના કારણે તે મૃત્યુ પામ્યા ન હતા.આથી તેના માથાના ભાગ રાહુ તરીકે ઓળખાય છે અને ધડનો ભાગ કેતુ તરીકે ઓળખાય છે. 
 • તેથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાનો શત્રુ માને છે. 
 • ગ્રહણ વિશેનો વૈજ્ઞાનિક અર્થ 
 • ગ્રહણ એ ખગોળીય ઘટનાનો એક પ્રકાર છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી બધા સમાન સીધી રેખામાં આવે છે. ગ્રહણનું આધ્યાત્મિક મહત્વ ગમે તે હોય પરંતુ વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે આ તક ઉજવણી કરતા ઓછી નથી. કારણ કે ગ્રહણ એ સમય છે જ્યારે બ્રહ્માંડમાં ઘણી અદભૂત ઘટનાઓ બને છે, જેથી વૈજ્ઞાનિકોને નવી નવી દિશા પર કામ કરવાની તક મળે છે. 
 • 2019 માં કુલ પાંચ ગ્રહણો થાય હતા : 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ 
 • સૂર્ય ગ્રહણ – 2019 
 • પ્રથમ સૂર્યગ્રહણ - 6 જાન્યુઆરી, 2019 
 • બીજું સૂર્યગ્રહણ - 2 જુલાઈ, 2019 
 • ત્રીજું સૂર્યગ્રહણ - 26 ડિસેમ્બર 2019 
 • આ સિવાય 2018 માં 2 પૂર્ણ ચંદ્રગ્રહણો થયા હતા,પ્રથમ 31 જાન્યુઆરીએ અને બીજું 27-28 જુલાઈના રોજ હતું. 
 • ચંદ્ર ગ્રહણ -2019 
 • પ્રથમ ચંદ્રગ્રહણ -21 જાન્યુઆરી, 2019 
 • બીજું ચંદ્રગ્રહણ - 16 જુલાઈ, 2019