રામાયણની સીતાએ 30 વર્ષ પેહલા બિઝનેસમેન સાથે કર્યા હતા લગ્ન,રિસેપ્શનમાં પોહ્ચ્યા હતા સુપરસ્ટાર રાજેશ ખન્ના

  • રામાનંદ સાગર ની સિરીયલ "રામાયણ" જ્યારથી ટીવી પર ફરીથી પ્રસારિત થઈ રહી છે ત્યારથી જ જુના બધા સ્ટાર્સ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે. આ સિરિયલને હજી પણ પહેલા જેટલો જ પ્રેમ લોકોથી મળી રહ્યો છે. રેટિંગ્સની દ્રષ્ટિએ આ શૉ ઘણા શોઝ કરતા આગળ છે. આ શો દ્વારા અરુણ ગોવિલ અને દીપીકા ચીખલીયા ને ભગવાનનો દરજ્જો મળ્યો હતો. લોકો દ્વારા તે બંને ભગવાન રામ અને માતા-પિતા માનવામાં આવતા.

  • ફરી એકવાર રામાયણના ટેલિકાસ્ટ ના કારણે આ સિરિયલના કલાકારો ના ચાહકો તેમના વિશે ઘણું જાણવા માગે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ દીપિકા ચિખલિયા ના અંગત જીવન વિશે જેને રામાયણમાં માતા સીતાની ભૂમિકા નિભાવી હતી. રામાયણની લોકપ્રિયતા પછી 1991 માં દીપિકાએ ગુજરાતી ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નના રિસેપ્શનમાં બોલિવૂડના મોટા સ્ટાર રાજેશ ખન્ના પણ આવ્યા હતા. તે સમયે દીપીકા એટલી ફેમસ હતી કે લોકો તેનો આશીર્વાદ લેવા દોડતા હતા.


  • તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ દીપીકા ના પતિની એક કોસ્મેટિક કંપની છે. લગ્ન પછી દીપિકા ઈનડ્સ્ટ્રીથી દૂર થઇ ગઈ હતી. દીપીકા તેના પતિની કંપની રિસર્ચ અને માર્કેટિંગ ટીમની હેડ છે. તેની કંપની શ્રીંગાર માટે ચાંદલા અને નેલ પોલીશ બનાવે છે. દિપીકા ચીખલીયા અને હેમંત ટોપીવાલા ની બે દીકરીઓ છે. હાલમાંજ દીપીકાને આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા માં જોવા મળી હતી.ફિલ્મ બાલા માં તેને યામી ગૌતમ ની માતા નો રોલે નિભાવ્યો હતો.સીતા ના કિરદાર ના કારણે તે તેના કપડાં પર પણ ખાસ ધ્યાન આપે છે.