રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે.


  • કોરોના પીડિત દર્દીને જો વેન્ટીલેટર પર રાખવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય અને દર્દીઓની સંખ્યા વધે તો આપણી પાસે દેશની જનસંખ્યાના પ્રમાણમાં ખૂબ ઓછા વેન્ટીલેટર છે. 
  • અત્યારે આખા વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે અને વેન્ટીલેટર મળતા જ નથી. રાજકોટના ઉધોગપતિ શ્રી પરાક્રમસિંહ જાડેજા સીએનસી મશીન બનાવે છે પણ દેશ પર આવી પડેલ આ આફતમાં દેશ માટે કંઈક કરવાના ઈરાદા સાથે એમની જ કંપનીમાં વેન્ટીલેટર બનાવવાનું બીડું ઝડપ્યું.
  • છેલ્લા 10 દિવસથી અનેક માણસોએ દિવસ રાત કામ કર્યું અને વેન્ટીલેટર તૈયાર કર્યું. આજે આ વેન્ટીલેટરનું સફળતાપૂર્વક મેડિકલ પરીક્ષણ થયું જેની મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સત્તાવાર જાહેરાત પણ કરી. 
  • માત્ર 1 લાખમાં જ તૈયાર થતા આ વેન્ટીલેટરને ગુજરાતી નામ આપવામાં આવ્યું "ધમણ-1". ધમણ-1નું ઉત્પાદન કાર્ય હવે દિવસ રાત ચાલશે અને ગુજરાતને વેન્ટીલેટરની કોઈ કમી નહીં સર્જાય.
  • અવલ્લ દરજ્જાના એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ 1000 વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને રાષ્ટ્રઋણ અદા કરશે.
  • પરાક્રમસિંહજી આપની રાષ્ટ્રસેવાની ભાવનાને વંદન અને આપે પ્રાપ્ત કરેલી સફળતા બદલ આપની સમગ્ર ટીમને અભિનંદન.