શું તમને પણ પેટ માં ગેસ થાય છે? આ છે તેના મુખ્ય સાત કારણો અને જાણો તેમના ઉપાય


  • વધુ લોકોને ગેસની સમસ્યા આ દિવસોમાં પરેશાન કરતી હોય છે. પરંતુ વધુ લોકો આ સમસ્યાને સામાન્ય સમજીને તેને નજર અંદાજ કરી દેતા હોય છે. ઘણી વાર પેટમાં ગેસ હોવાના કારણે થી ભૂખમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પેટ ફૂલી જવાની સમસ્યા થવા લાગે છે.
  • પરંતુ પેટમાં ગેસની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે. પરંતુ સમય રહેતા ની સાથે જો તેમનો સાચો ઉપાય જાણી લેવામાં આવે તો આ સમસ્યાથી ખૂબ જ સરળતાથી જ છુટકારો મેળવી શકાય છે. તો ચાલો આ લેખ દ્વારા અમે તમને કહીએ કે પેટમાં ગેસ હોવાના મુખ્ય કયા સાત કારણો અને તેનું નિવારણ શું હોય છે? જેમની મદદથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
  • ઘણીવાર કબજીયાતની સમસ્યાને કારણે શરીરમાં હાનિકારક ટોકસિંસ સારી રીતે બહાર આવી શકતા નથી. જેના ચાલતા પેટમાં ગેસ બનવા લાગે છે. આ પ્રકારના ગેસની સમસ્યાથી બચવા માટે દિવસભરમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ અને ડાયટમાં ફાઇબર વાળા ફૂડ ની માત્રા વધારવી જોઈએ.
  • જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે કેમ તેમનું ડાયજેશન કમજોર થવા લાગે છે. એવામાં દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ સરખી રીતે પચી શકતી નથી અને પેટમાં ગેસ બનવા લાગે છે. આ પ્રકારના ગેસ માટે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને દહીં ના સિવાય બાકી ડેરી પ્રોડક્ટ નો વપરાશ ઓછો કરવો જોઈએ.
  • ઘણી વાર પેટમાં સારા અને ખરાબ બેક્ટેરિયા ના વચ્ચે સંતુલન બગડવાના કારણે થી પણ ગેસની સમસ્યા થઈ જતી હોય છે અથવા તો ઘણીવાર આ સંતુલન ના કોઈ પણ બીમારી ના સાઈડ ઈફેક્ટ ના કારણે થી પણ પેટમાં ગેસ બને છે. આ પ્રકારના ગેસ માટે લસણ, ડુંગળી જેવી વસ્તુઓ સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે સંતુલન બગાડવા માટે જિમ્મેદાર છે. એટલા માટે તેનાથી સાવચેત રહેવું જરૂરી છે.
  • થોડાક લોકો કોઈ પણ બીમારી દરમ્યાન એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા હોય છે. જેના સાઇડ ઇફેક્ટ ના ચાલતા પેટમાં સારા બેક્ટેરિયા ઓછા થઈ જાય છે જેનાથી પાચનક્રિયા ઓ માં બાધા આવે છે અને પેટમાં ગેસ બનવા લાગે છે. આ પ્રકારના ગેસ માટે જો તમને એન્ટિબાયોટિક્સ લીધા પછી ગેસની સમસ્યા થઈ રહી હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
  • ઘણીવાર ઉંમરની સાથે સાથે શરીરમાં હોર્મોન્સ ચેલેન્જ આવવા લાગે છે. જેના ચાલતા પાચનક્રિયા ખરાબ થવા લાગે છે અને પેટમાં ગેસ બનવાની સમસ્યા થવા લાગે છે. તેને બચવાના માટે બેલેન્સ ડાઈટ લેવું જોઇએ અને રોજે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ સુધી કસરત જરૂર કરો.
  • ઘણા લોકો ભોજન ને ચાવીને ખાવાની જગ્યાએ જલ્દી જલ્દી ગળે ઉતારી લેતા હોય છે. ભોજન સરખી રીતે ન ચાવવાના કારણ થી પેટમાં ગેસ બનવા લાગે છે તેના ઉપાય માટે જરૂરી છે કે ખાતા ખાતા સમયે તમે તેને સારી રીતે ચાવીને ખાઓ અને તે સમયે વાત કરવાથી બચો.
  • ઘણા એવા લોકો છે જેમને બ્રેડ અથવા તો પીઝા જેવી વસ્તુઓ પચાવવામાં ખુબ જ મુશ્કેલી થતી હોય છે. જ્યારે આવી વસ્તુઓ પેટમાં સારી રીતે પચી નથી શકતી તો પેટમાં ગેસ થવાની સમસ્યા ઉભી થતી હોય છે. તેમના ઉપાય માટે મેંદા થી બનેલી વસ્તુ જંક ફૂડ તેમજ તળેલી વસ્તુઓ ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
  • જો તમે પણ પેટના ગેસ થી લઈને ખૂબ જ પરેશાન છો તો આ લેખ દ્વારા તમે પેટમાં બનતી ગેસ નું સાચું કારણ જાણી ગયા હશો અને તેમના બતાવવામાં આવેલા ઉપાય ની મદદથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.