નાગરવેલ ના પાન થી કરશો આ ઉપાય તો સ્કિન હંમેશા રહેશે સુંદર

  • નાગરવેલના પાન આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક માનવામાં આવે છે. નાગરવેલના પાન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે લાભદાયી છે. જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.
  • નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો ઉપયોગ કરવાથી તમને રાહત મળી શકે છે. જેના માટે પાનને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીસી લો અને તેને માથા પર હળવા હાથે માલિશ કરો. આ તેલ વાળમાં એક કલાક લગાવીને રાખો તે બાદ વાળ ધોઇ લો. આ રીતે અઠવાડિયામાં બે વખત તેનો ઉપાય કરવાથી સારુ પરિણામ મળે છે.
  • તેના ઉપયોગથી ચહેરા પર થનારા ખીલ અને તેના ડાઘને પણ દૂર કરી શકાય છે. જેના માટે તમને પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને તે સૂકાઇ જાય તે પછી તેને પાણીથી ધોઇ લો. પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુડ જીવાણુંઓને મારી નાખે છે અને ખીલની સમસ્યાને છૂટકારો આપે છે.

  • ખંજવાળથી છૂટકારો મેળવવા માટે તમે પાનનો ઉપયોગ કરી શકો છો. તેમા રહેલા રસાણય ખંજવાળના કારકોને મારે છે અને તેના વિકાર પણ ખતમ કરે છે.