જો તમે મેથી ના દાણા નું સેવન ન કરતા હોય તો આજે જ ચાલુ કરી દો અને જાણો તેના ફાયદા.  • મેથી ના દાણા કડવા હોવાથી લોકો જલ્દી તેને ખાવાનું પસંદ કરતા નથી પરંતુ મેથી ઘણી દવા માં વાપરવામાં આવે છે. કારણકે તેમાં ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન ભરપૂર પ્રમાણ માં જોવા મળે છે. તેમજ ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. 
  • તો જાણો તેના ફાયદા :
  • મેથી માં ગ્લાઈકોસાઈડ નું પ્રમાણ હોવાથી તે કડવું લાગે છે. તેમજ મેથી માં લેસીથિન, વિટામીન ડી, ફોસ્ફેટ  અને લોહ અયસ્ક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે.
  • મેથી ના દાણા ને વાટી ને તેને સ્કિન પર લગાવવાથી શરીર ને સુંદર રાખવામાં મદદરૂપ થાય છે. અને ચામડી ને મુલાયમ રાખે છે.
  • મેથીના દાણા ને વાટીને ઘા ઉપર લગાવવાથી બળતરા ઓછી કરે છે અને ઘા ને ઝડપ થી સારવાર કરે છે.
  • પહેલા ના જમાના માં ગર્ભવતી સ્ત્રી ને મેથી ના દાણા ખવડાવામાં આવતા હતા કારણકે તેનાથી પ્રસુતિ માં સરળતા રહે છે.
  • મેથી ના દાણા પાચનશક્તિ ને સુધારે છે. જેથી કબજિયાત જેવા રોગો સામે રક્ષણ મળે છે. મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે.
  • મેથીમાં સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી શકે છે જેથી ડાયાબીટિશના રોગીઓ માટે ખુબ લાભદાયક છે.
  • મેથી ખાવાથી માનસિક સક્રિયતા વધે છે અને આપડા શરીરના કોલેસ્ટ્રોલનુ પ્રમાણ પણ કાબુ માં રાખે છે.