કિંજલ દવે એ કરાવ્યું બીચ ઉપર ફોટોશૂટ, ફેમિલી સાથે ફરવા ગઈ હતી દુબઇ  • ગુજરાતીઓનું ફેવરીટ ફરવાનું સ્થળ આમ જોવા જઈએ તો દુબઈ છે. ગુજરાતી જ નહીં પરંતુ દુનિયાભરના ટુરિસ્ટ દુબઈમાં ઊંચા બિલ્ડિંગ્સ, ફાઇવ સ્ટાર હોટેલ્સ, માનવ નિર્મિત ટાપુઓ, રણ જોવા અને ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે જાય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે સોમવારે અમદાવાદના એરપોર્ટ પરથી દુબઈ જવા રવાના થઇ હતી

  • દુબઈમાં પહોંચીને કિંજલ દવેએ બુર્જ ખલિફાની મુલાકાત દરમિયાન વીડિયો શૂટ પણ કર્યો હતો. વિશ્વની સૌથી ઉંચી પઈમારત બુર્જ ખલીફાને જોવા પછી દુબઈ મોલ જોવા માટે ગઈ હતી. ત્યારબાદ તેને સાંજના સમયે ટાવર પરથી વોટર શો જોયો હતો. આ વોટર શોનો વીડિયો કિંજલ દવેએ તેનાઓફિશિયલ ફેસબૂક અકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

  • વોટર શો પહેલા કિંજલ દવેએ લોકોએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓ બેસતા વર્ષથી જ નવું વર્ષ શરૂ થઇ જાય છે પણ જે લોકો માનતા હોય તેમને હેપી ન્યુ યર માતાજી તમારા બધાની ઈચ્છા પૂરી કરે અને આ 2020ના નવા વર્ષમાં ફેમીલી વેકેશન માટે દુબઈમાં આવી છું તો અત્યારે બુર્જ ખલીફા જોવા માટે આવ્યા છીએ. એમ થયું કે, મારા ફેંસને બુર્જ ખલીફાનો વ્યુ બતાવું.
  • બુર્જ ખલીફા જોયા પછી બીજા દિવસે કિંજલ દવે મરીના બીચ પર ગઈ હતી અને ત્યાં તેને ફોટોશૂટ કરાવ્યું હતું.