શું તમે જાણો છો કાયા પ્રકાર નું કેળું ખાવું જોઈએ? ક્યાં કેળા માં સુગર થી બચવા ના તત્વો રહેલા છે?


 • ભારતમાં કેળા બધી જગ્યાએ મળી રહે છે અને કેળાની સૌથી સારી જાતિ ભારતમાં જ હોય છે. કેળાની ઘણી પ્રકારની જાતી હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, મૈત્રી કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે. જંગલોમાં પોતાની જાતે ઉગી જતા કેળા વન કદલી કહે છે. આસામ, બંગાળ અને મુંબઈમાં કેળાની અનેક જાતિ મળી જાય છે. સોનેરી, પીળા તેમજ પતલા છાલવાળા કેળા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જાડી છાલ વાળા ત્રિકોણ કેળા નું શાક બનાવવામાં આવે છે.
 • પાકા અને કાચા બંને પ્રકારના કેળાનો ઉપયોગ થાય છે. પાકા કેળા ની છાલ નીકાળીને ખાવા માં પણ આવે છે અને કાચા કેળાની શાક બનાવવામાં આવે છે. કેળાના ફૂલ નું પણ શાક બનાવવામાં આવે છે. કેળાની મીઠાઈ તેમાં મોજુદ ગ્લુકોઝનો ઉપર આધારિત છે. ગ્લુકોઝ શર્કરા છે તે સ્નાયુ ને પોષણ અને શક્તિ પ્રદાન કરે છે. કેળામાં વિભિન્ન તત્વ મળી રહે છે. તેના શરીરને મજબૂત અને બળવાન બનાવે છે. કેળા એક એવું ફળ છે જે બધા જ મોસમમાં મળી રહે છે. પાકું કેળું રક્તસ્ત્રાવ અને પ્રદર રોગ માં લાભકારી હોય છે.
 • જાજા લોકો વધુ પાકેલુ કેળુ ખાવાનું પસંદ કરતા હોય છે. જ્યારે તે સેહત ને ખૂબ જ ફાયદો નથી પહોંચાડતું. કેળાના રંગના પ્રમાણે તેમાં રહેલ પોષક તત્વ પણ બદલી જાય છે. ઓસ્ટ્રેલિયા માં જાણીતા સ્પોર્ટ્સ ડાયટિશિયન રેયાન પીન્ટો ના પ્રમાણે સમયની સાથે તેના પોષક તત્વો બદલે છે. એટલા માટે તેને ખાવાથી પહેલા તેના રંગ ઉપર નજર જરૂરથી નાખો જાણો તેના રંગના પ્રમાણે તેમની ખૂબી.....
 • લીલું કેળું
 • રેયાન પીન્ટો ના પ્રમાણે લીલું કેળું થોડું કાચું હોય છે. તેમાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે. તે સરળતાથી પચતું નથી તેને ખાવાથી ગેસ બનવાના કારણે પેટ ફૂલી શકે છે. જો તમારે લો ગ્લાઈસિમિક ઈન્ડેક્સ વાળા કેળા ની શોધ છે. તો તમે લીલા કેળા ને ખાઈ શકો છો. તેને ખાવા પર કેળામાં રહેલ સ્ટાર્ચ તૂટીને ગ્લુકોઝ માં બદલાઈ જાય છે અને પાકેલા કેળા પ્રમાણે તે બ્લડશુગર ધીરે ધીરે વધારે છે. સ્વાદમાં ફરક હોવાના કારણે તેમાં ગ્લુકોઝનું સ્તર પણ ઓછું હોય છે.


 • પીળું કેળુ

 • પીળા પડવા ઉપર કેળામા સ્ટાર્ચ ઓછું અને ઉપરનું સ્તર વધી જાય છે. રેયાન પીન્ટુ ના પ્રમાણે મુલાયમ હોવાની સાથે તેમાં મીઠાશ વધી જાય છે. તેમાં રહેલ પોષક તત્વો શરીરને સરળતાથી ગ્રહણ કરી લે છે. જેમાં તેમનો રંગ થતો જાય તેમાં રહેલ માઈક્રો નુટ્રિશન ની માત્રા ઘટતી જાય છે. એન્ટિઓક્સિડન્ટ ની પૂર્તિ માટે તેને વધુ પાકવા પહેલા જ ખાઈ લો.
 • ટપકી દાર કેળા
 • કેળામાં ભરપૂર ટપકા આવવા નો મતલબ છે કે તેમાં રહેલ સ્ટાર્સ બદલાઈ ચૂક્યું છે. જેટલું વધુ ટપકી એટલું વધુ સુંદર અવસ્થામાં તેમાં શુગરની સ્થળ વધુ હોય છે અને ડાયાબિટીસના રોગીઓ ને તેને ખાવાથી બચવું જોઈએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર પણ વધુ હોય છે જે કેન્સરને બચાવવામાં મદદ કરે છે.
 • કેળા કેટલા ફાયદાકારક છે
 • એક કેળુ લગભગ 100 કેલેરી ઉર્જા આપે છે. તેમાં ફેટ ઓછું હોય છે અને પોટેશિયમ, ફાઇબર, વિટામિન બી6 અને વિટામિન 6 સારી માત્રામાં મળી રહે છે. એક નોર્મલ આકારવાળું ત્રણ ગ્રામ ફાઇબર મળે છે. એક શોધના પ્રમાણે જો મહિલા અઠવાડિયામાં બેથી ત્રણ વાર કેળા ખાય છે તો તેમની કિડની ની બીમારી હોવાનો ખતરો ૩૩ ટકા ઓછો થઈ જાય.
 • વિભિન્ન રોગોમાં ઉપચાર
 • બધા જ પ્રકારના સોજામાં કેળા લાભકારી હોય છે.
 • વાગવું અથવા ઘસારો આવવો
 • વાગ્યું અથવા તો ઘસારો થવા પર કેળાની છાલને તે સ્થાન ઉપર બાંધવાથી સોજો વધતો નથી. પાકેલા કેળા અને ઘઉં નો લોટ પાણીમાં ભેળવીને ગરમ કરીને લેપ કરો.
 • કેળાને ખાવાથી આંતરડાનો સોજો, અમાશય ની સમસ્યા,કોલિટીસ માં સોજો અને વગેરે જેવી બીમારી માંથી લાભ મળે છે.
 • કેળા અને દૂધનું સેવન કરવાથી પેટમાં અલ્સર થી લાભ મળે છે.
 • હૃદયના દુખાવો
 • બે કેળા 15 ગ્રામ મધ સાથે મેળવીને ખાવાથી હૃદય નો દુખાવો સારો થાય છે.
 • માટી ખાવી
 • જો બાળકને માટે ખાવાની આદત હોય તો પાકેલું કેળું મધ મેળવીને ખવડાવવું જોઈએ તેના સેવનથી માટી ખાવાની આદત માંથી છુટકારો મળે છે.
 • પેટનો દુખાવો
 • કોઈપણ પ્રકારના પેટના દુખાવામાં કેળા લાભકારી હોય છે. કેટલા બાળકો અને અશક્તિ વાળા લોકો ને કેળા પોશાક આહાર છે. પેટ ના દુખાવા અને અમાશય ના દરદી એ ભોજનના રૂપમાં કેળા ખાવા લાભકારી હોય છે.
 • મો મા ચાંદા
 • જીભ ઉપર ચાંદા થવા ઉપર કેળા, ગાયનું ઘી સાથે સવારે સમયે સેવન કરવાથી લાભ થાય છે.
 • દાઝવું
 • દાજવા ઉપર કેળા અને પીસીને લગાવવાથી લાભ મળે છે.
 • નાકમાંથી લોહી નીકળવું
 • એક ગ્લાસ દૂધમાં ખાંડ મેળવીને બે કેળા ને સાથે રોજ દસ દિવસ સુધી ખાવાથી નાકથી લોહી આવવાનું બંધ થઇ જશે.
 • પિત રોગ
 • પાકું કેળું ઘી સાથે ખાવાથી પિત રોગ મટે છે.