હિના ખાન એ ઈન્ડસ્ટ્રીમાં પુરા કર્યા 12 વર્ષ આ વેબ સીરીઝ થી રાખી રહી છે ડિજિટલ પ્લેટફોર્મ માં પગ


  • ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હીનાખાન એ 12 વર્ષ પહેલા ટીવી ધારાવાહિક યે રિશ્તા ક્યા કહેલાતા હે થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 12 જાન્યુઆરી 2009માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના પ્રસારણ થી લઇ ને આજ જ્યારે તેમની પહેલી વેબ સીરીઝ ડેમેજ 2 રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કેવું રહ્યું એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હિના ખાન નું 12 વર્ષનું સફર.

  • ધારાવાહિક યે રિસ્તા ક્યા કહલાતા હૈ માં હિનાએ અક્ષરા નો કિરદાર નિભાવ્યો હતો. ટ્રેડિશનલ સાડી એવી જ્વેલરીમાં સાદગીપૂર્ણ વહુનો કિરદાર નિભાવતા તેમણે શાનદાર અદાકારી થી દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ વર્ષે યે રિસતા.કયા.કહલાતા.હે ના બાર વર્ષ પુરા થઈ ચૂક્યા છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી આ ધારાવાહિક ટીવીમાં સૌથી લાંબા સમય સુધી ચાલવાવાળો શોમાંથી એક છે.
  • આઠ વર્ષ સુધી ધારાવાહિકમાં એક્ટિંગ કર્યા પછી 2016માં હીનાખાન એ એ રિસતા કયા કહેલાતા હૈ ને અલવિદા કહી દીધું. 12 વર્ષ પહેલા અક્ષરા ના અંદાજમાં દર્શકોનું દિલ પર રાજ કરવા વાળી હિના ખાન એ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.
  • 2017માં હીનાખાન કલર્સ ટીવી ના શો ખતરો કે ખીલાડી મા એક કન્ટેસ્ટન્ટ ના રૂપમાં નજર આવી. આ શોમાં તેમણે ખિતાબ જીત્યો તે વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી અને દમદાર પર્ફોમન્સ ના કારણથી તે ફાઇનલિસ્ટ થવાની સાથે સાથે ફર્સ્ટ રનર-અપ પણ બની. લોકપ્રિય ધારાવાહિક કસોટી જિંદગી કી પહેલી વાર કામોલિક ના નેગેટિવ રોલમાં નજર આવી. હિના ખાન એ પોતાની શાનદાર અદાકારી દેખાડી.

  • 14 જાન્યુઆરી એ હીનાખાન ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેમની પહેલી વેબ સીરીઝ ડેમેજ 2 રિલીઝ થઈ ચૂકી છે. જેમની જાણકારી તેમણે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ થી આપી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થી ડેમેજ ટુ નું ટ્રેલર શેર કર્યું છે. આ વેબ સીરીઝ હંગામા પ્લેય ની સસ્પેન્સ થ્રિલર છે. ડેમેજ 2 માં હિના ખાન ની સાથે અધ્યયન સુમન પણ મુખ્ય કિરદાર નિભાવતા નજર આવશે.
  • હિના ખાનના બોલીવુડ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો જલ્દી જ વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ હેક માં મુખ્ય ભૂમિકા નિભાવતા નજર આવનારી છે. આ ફિલ્મ ને 7 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. હેક ના સિવાય હિના ખાન આ વર્ષે રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ લાઇન્સ મા પણ લીડ રોલ નિભાવતી નજર આવશે.

Loading...