સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે અળસીના બીજ,જાણો કેવી રીતે રાખવું તમારા પરિવારને ફિટ

  • ભારતમાં અળસી નો ઘણું વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ સુપર સીડ બજારમાં અન્ય કોઈપણ મોંઘા બીજની તુલનામાં ઓછી કિંમત પર ઉપલબ્ધ હોય છે. તમે આને તમારી આસપાસ ના કોઈપણ કિરાણાની દુકાનથીં ખરીદી શકો છો. લિગ્નાન એક પ્રકારનું ફાઇબર હોય છે, જે અળસીમાં મોટી માત્રામાં હોય છે. ઘણી શોધોમાં આ વાત જાણવામાં આવી છે અળસીમાં મોજુદ લિગ્નાન પ્રોસ્ટેટ કેન્સર ને રોકી શકે છે. આટલું જ નહીં તે બ્લડ પ્રેશર પણ ઓછું કરવામાં મદદ કરે છે. સાથે આ બીજ ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ ઘટાડવામાં, કબજિયાતને દૂર કરવામાં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં અને શરીરના સોજાને ઓછું કરવામાં મદદ કરે છે.
  • કેવી રીતે કરવો ઉપયોગ
  • પ્રાકૃતિક રીતે અળસી છાલ સાથે આવે છે. અળસીનું સેવન કરવા માટે સૌથી સહેલો રસ્તો છે કે તેને પાવડરના રૂપમાં પિસી લેવું. તે શરીર દ્વારા સારી રીતે શોષાઈ જાય છે અને શરીરને તે સંપૂર્ણ રીતે લાભ આપે છે. અળસી એન્ટીઓક્સીડેન્ટથી ભરેલી હોય છે અને તેને રૂમ ટેમ્પરેચરમાં ચાર મહિના સુધી એર ટાઈટ બોક્સમાં રાખી શકાય છે. અળસીના તેલની જગ્યાએ અળસીનાં બીજનો પાઉડર સ્વાસ્થ્ય માટે વધારે ફાયદેમંદ હોય છે. તેની સિવાય આમાં મોજુદ ફાઇબર પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે.
  • દૂધમાં મિક્સ કરો પાવડર
  • તમે અળસીના બીજના પાવડરને સલાડ, દાળ, સૂપ, સેન્ડવીચ અને શાકભાજી પર નાખીને ખાઈ શકો છો અથવા તમે તેને રોટલીના લોટમાં પણ મેળવી શકો છો, અગર તમે તમારા છોકરાઓને પણ અળસીના બીજનું સેવન કરાવવા ઇચ્છો છો તો તમે તેને દૂધમાં મિક્સ કરી શકો છો. આનું સેવન કરવાથી તમે આખો દિવસ માટે આવશ્યક ઓમેગા 3 આવશ્યકતા પૂર્ણ કરી શકો છો. અળસીના બીજમાં કોલેસ્ટ્રોલ ઓછી માત્રામાં હોય છે જ્યારે ઓમેગા 3 અને ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે માત્ર કોલેસ્ટ્રોલ નથી ઘટાડતું પરંતુ આ આંતરડાને પણ સ્વસ્થ રાખે છે.