જો તમને બ્રેડ પકોડા ખાવાની ઈચ્છા થતી હોય અને હાલ નું વાતાવરણ જોય ને બહાર ખાવા જવાનું ટાળતા હોય તો આજે ઘરે જ બનાવો " બ્રેડ પકોડા"


 • બ્રેડ પકોડા જનરલી બધાને ભાવતા જ હોય છે પરંતુ આપડે લારી ઉપર ખાવાનું ટાળતા હોઈએ છીએ કારણકે ત્યાંનું તેલ કેવું હશે, વાસણ સાફ રાખતા હશે, ત્યાં ચોખાઇ હશે કે નય હોય, વિગેરે ઘણા કારણ ને લીધે આપડે ખાવા જતા નથી.
 • આપડે બ્રેડ પકોડા જનરલી બપોર પછી કે સાંજે ખાતા હોઈએ છીએ પરંતુ આજે તમે ઘરે જાતે જ બનાવો અને તે પણ તમારા મનપસંદ રીતે. જે એકદમ સ્વાદિષ્ટ છે.
 • સામગ્રી
 • ૬ સ્લાઈસ બ્રેડ
 • ૨૫૦ ગ્રામ બેસન
 • ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
 • લીલી ચટણી
 • મીઠું
 • મરચુ
 • અજમો
 • હિંગ
 • હળદર
 • લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ
 • તળવા માટે તેલ
 • રીત.
 • સૌપ્રથમ બેસન માં મરચું અને મીંઢું નાખી ને ભજીયા જેવું ખીરું કરી નાખી તૈયાર કરી દો.
 • ત્યારબાદ બટેકા ને બાફવા મૂકી દો અને બાફેલા બટેકા ને ભૂકો કરી નાખી તેમાં મીંઢું, મરચા, અજમો, હિંગ, હળદર, લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી દો.

 • હવે બ્રેડ ના 2 પીસ લો તેમાં બટેકાના મસાલા નું પાતળું પદ લગાડી દો પછી તેમાં લીલી ચટણી લગાવી દો.
 • ત્યારબાદ બેય બ્રેડ ને ભેગી કરી લો અને વચ્ચે થી ત્રિકોણ આકારે કાપી નાખો.
 • ત્યારબાદ તેને તેલ માં ગરમ કરવા મુકો અને પકોડા ની બ્રેડ ને ખીરું માં બરાબર બોલી તેલ માં ગરમ કરવા નાખી દો  અને ત્યાં સુધી તળો કે જ્યાં સુધી તમને એમ ના લાગે કે હવે પકોડા તૈયાર થઈ ગયા છે.
 • તો તૈયાર છે તમારા બ્રેડ પકોડા અને તેને ચા સાથે પીવાથી તેની મજા બમણી થઈ જાય છે.