એક એવું ચમત્કારિક જ્યોતિર્લિંગ,જેના દર્શન માત્રથી ભક્તોની દૂર થાય છે તકલીફ

  • તમે સારી રીતે જાણતા હશો કે આપણો દેશ ધાર્મિક દેશ તરીકે માનવામાં આવે છે અને અહી અવરણવાર અનેક ચમત્કાર થતાં જોવા મળે છે, એવા ઘણા મંદિરો છે જે તેમની વિશિષ્ટતા અને ચમત્કારો માટે આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. આ સ્થાનોમાંથી એક પ્રખ્યાત સ્થાન છે, ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી 110 કિલોમીટર દૂર સહદ્રી નામના પર્વત પર સ્થિત છે. આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગો માં છઠ્ઠું સ્થાન ધરાવે છે આ જ્યોતિર્લિંગ મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે જો આપણે પૌરાણિક માન્યતાઓ અનુસાર જોઈએ તો અહીં ભગવાન શંકરે કુંભકર્ણના પુત્ર ભીમેશ્વરની હત્યા કરી હતી , એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્ર થી ભક્ત ના બધા દુ:ખ દૂર થાય છે.
  • શિવપુરાણ મુજબ, જૂના સમયમાં ભીમ નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, તે રાવણના નાના ભાઈ કુંભકરણનો પુત્ર હતો, જ્યારે તેને જાણ થઈ કે તેના પિતા ની હત્યા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામજી દ્વારા કરવામાં આવી છે, ત્યારે તે ખૂબ ગુસ્સે થયા. ભગવાન વિષ્ણુને નુકસાન પહોંચાડવા માટે, તેમણે તપસ્યા કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા અને બ્રહ્મા તેમની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમની સામે દેખાયા હતા. 
  • જ્યારે તેને વરદાન માંગવાનુ કહેવામાં આવ્યું, ત્યારે આ રાક્ષસ બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા પછી ખૂબ શક્તિશાળી બન્યો, તેણે ઇન્દ્રના દેવોને પરાજિત કર્યા, આ પછી તેણે પૃથ્વી પર વિજય મેળવવો શરૂ કર્યો, અહીં તેણે કામરૂપ દેશના રાજા સુદક્ષીન સાથે ભયંકર યુદ્ધ કર્યું. રાજા સુદક્ષિનને પરાજિત કર્યા પછી અને તેમને બંધક બનાવ્યા , રાજા સુદક્ષિણ શિવનો ભક્ત હતો અને જ્યારે કેદમાં હતો ત્યારે તેણે પાર્થિવ શિવલિંગ બનાવ્યું હતું અને તેમની પૂજા-અર્ચના કરી હતી.
  • જ્યારે ભીમને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો અને રાજા સુદક્ષિનને મારવાના હેતુથી ત્યાં પહોંચ્યો, જ્યારે ભીમે સુદાક્ષીને પૂછ્યું કે તમે શું કરો છો? ત્યારે સુદક્ષીએ તેમને જવાબ આપ્યો કે હું આ જગતના ભગવાન શંકરની ઉપાસના કરું છું, ભગવાન શિવ પ્રત્યે રાજા સુદક્ષિનની ભક્તિ જોઈને, ભીમે તે શિવલિંગ પર તલવાર ચલાવી, તે પછી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. 
  • ભગવાન શિવએ કહ્યું કે હું ભીમેશ્વર છું અને મારા ભક્તની રક્ષા કરવા માટે પ્રગટ થયો છું. ભગવાન શિવ અને રાક્ષસ ભીમ વચ્ચે યુદ્ધ થયું હતું, છેવટે ભગવાન શિવના હુંકાર માત્ર થી ભીમ અને અન્ય દૈત્યો ભસ્મ કરી દીધા , ત્યારબાદ દેવો અને ઋષિમુનિઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી કે તેઓ આ સ્થળે કાયમ રહે, આ રીતે પ્રાર્થના સાંભળીને ભગવાન શિવજી ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે સ્થિર થઇ ગયા
  • જો તમારે ભીમાશંકર મંદિરની મુલાકાત લેવી હોય તો ઑગસ્ટ અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે જાઓ, તમે અહીં ઉનાળાની ઋતુ સિવાય કોઈપણ સમયે મુલાકાત લઈ શકો છો.જે કોઈપણ ભક્ત જે અહીં આવે છ, તેઓએ અહીં ઓછામાં ઓછા 3 દિવસ રોકાવું જોઈએ. ભક્તોને રહેવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તમને અહીં તમામ પ્રકારની સુવિધા મળશે.