પાંચ રૂપિયામાં મળવા વાળું બેકિંગ સોડાના અનેકો ફાયદા,જાણીને તમે પણ કરવા લાગશો ઉપયોગ

  • સફેદ પાવડર જેવો દેખાતો બેકિંગ સોડા એક ગુણકારી પદાર્થ છે. આ ઘણી શારીરિક સમસ્યાઓને આસાનીથી દૂર કરી શકે છે.તેનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ (NaHCO3) છે. તેને અંગ્રેજી અને હિન્દીમાં બેકિંગ સોડા કહેવામાં આવે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે આ એક સહજ ઘરેલુ ઉપાય છે. ચાલો જાણીએ કેવી રીતે પાંચ રૂપિયામાં મળવા વાળો બેકિંગ સોડા ઉપયોગી હોય છે.
  • ડેન્ડ્રફ ભગાવવા માટે
  • વાળો માં ડેન્ડ્રફ બહુ જ ખરાબ લાગે છે. સાથે જ તેના કારણે વાળમાંથી દુર્ગંધ પણ આવે છે અને ખંભા પર પડેલો ડેન્ડ્રફ શરમિંદગી નું કારણ બને છે. અગર તમે અલગ-અલગ પ્રકારના એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ ઇસ્તમાલ કરીને થાક્યા છો તો એકવાર બેકિંગ સોડાનો પણ એક પ્રયોગ કરી જુઓ. 3 ચમચી બેકિંગ સોડા લ્યો અને તેમાં જરૂરત ના હિસાબે એપલ સાઇડર વિનેગર થોડું એડ કરો. બંને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ મિશ્રણને વાળ ની પેથીમાં લગાવો અને હલકા હાથથી માલિશ કરો. માલિશ કરવા ના દસ મિનિટ બાદ ઠંડા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આ ઉપાય જરૂર કરો. જલ્દીજ તમને તેનો અસર જોવા મળશે.
  • ચહેરા પર નિખાર લાવવા માટે
  • ચહેરા પર ગોરો નિખાર લાવવા માટે બેકિંગ સોડા નો ઉપયોગ કરો. આની મદદથી ચહેરા પર ઉગેલા વાળનો રંગ પણ હલકો થઈ શકે છે. બસ બે ચપટી બેકિંગ સોડા લો અને તેમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો. આને થોડી વાર માટે ચહેરા પર લગાવી રાખો. તે બાદ ઠંડા પાણીથી તેને ધોઈ કાઢો. થોડા જ દિવસોમાં તમે એનો અસર આસાનીથી જોઈ શકો છો.
  • સફેદ ચમકતા દાંત માટે
  • ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે સફેદ,ચમચમાતા દાંતનો પણ હાથ હોય છે. અગર તમે તમારા પીળા દાંત ના કારણે શરમિંદગી અનુભવો છો તો એકવાર બેકિંગ સોડાનો ઉપયોગ જરૂર કરો. પાણીમાં બેકિંગ સોડા એડ કરીને તેની પેસ્ટ બનાવી તમારા દાંત પર હલકા હાથથી રગડો. થોડા જ દિવસ ના ઉપયોગથી પીળા દાંતથી છુટકારો જોવા મળશે. આનો ઉપયોગ કરતા સમયે થોડીક વાતો ની સાવધાની રાખવી પણ જરૂરી હોય છે.
  • બ્લેક હેડસ
  • અગર તમે નાક અથવા દાઢી પર થવા વાળા બ્લેક હેડ્સ થી પરેશાન છો તો બેકિંગ સોડા પણ એક ઉપયોગી ઓપ્શન છે. તેને દૂર કરવા માટે બેકિંગ સોડામાં થોડું પાણી મેળવો અને તેની પેસ્ટ બનાવી લો. તેને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ગરમ પાણીથી તેને ધોઈ લો. આ કરવાથી ત્વચાની બ્લેક હેડસની સમસ્યા દૂર થઈ જાય છે.